બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Varalakshmi Vrat will be celebrated on August 25.

આસ્થા / ધનની દેવીને રીઝવવાનું વ્રત, એક વિધિ-પૂજાથી મળશે ધન-ધાન્યનો ફળદાયી આશીર્વાદ, આ વાર સૌથી શુભ

Kishor

Last Updated: 07:30 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 25 ઓગસ્ટના રોજ વરલક્ષ્મી વ્રતની ઉજવણી કરવામાં આવશે. આ વ્રત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યમાં ભક્તો રાખતા હોય છે.

  • શુક્રવારના ધનની દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ સમય
  • ધન, વૈભવ, ઐશ્વર્ય મેળવો વરલક્ષ્મીની પૂજા થકી 
  • 25 ઓગસ્ટના રોજ વરલક્ષ્મી વ્રતની ઉજવણી

હિંદુ ધર્મમા શુક્રવારના દિવસ ધનની દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામા આવે છે. તેમાં પણ શ્રાવણ માસના અંત સમયે આવતો આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ અને ફળદાયી બની જતો હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસ નજીક આવતો શુક્રવાર વરલક્ષ્મી વ્રત તરીકે મનાવવામાં  આવે છે. માન્યતાઓ મુજબ મા વરલક્ષ્મી પૂજાથી પ્રસન્ન થઈ અને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિ આપે છે. સાથે જ આર્થિક સંકટને પળભરમાં ગાયબ કરી નાખે છે.

આ 5 સંકેત મળે તો સમજી જજો કે તમારે ઘરે માં લક્ષ્મી સદાય બિરાજમાન થશે,  ચકલીનો પહેલો ઈશારો 5 signs show that mata laxmi is coming to your home soon  start preparing

પૂજા માટેનો શુભ સમય

વરલક્ષ્મી પૂજા માટે સારા સમયની વાત કરવામાં આવે તો હાલ આગામી 25 ઓગસ્ટના રોજ વરલક્ષ્મી વ્રતની ઉજવણી કરવામાં આવશે.ત્યારે આ દિવસે સિંહ રાશિના લોકોએ સવારે 05:55 થી 07:41 સુધી, વૃશ્ચિક રાશિના લોકોએ 12:17 અને પછી. 02:36 સુધી તથા કુંભ રાશિવાળા લોકોએ માટે સાંજે 06:22 થી 07:50 સુધી અને વૃષભ રાશિ માટે રાત્રે 10:50 થી 12:45 મધ્યરાત્રિ સુધી પૂજા કરવી જોઇએ.

કોણ છે વરલક્ષ્મી

વરલક્ષ્મી દેવી સાથે હિન્દુ ધર્મમાં એવી માન્યતા જોડાયેલી છે કે તે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલા ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. વધુમાં જે વ્યક્તિ મા વરલક્ષ્મીની પૂજા કરે છે તે સુખમાં રંહે છે.વરલક્ષ્મી વ્રત માત્ર મહિલાઓ અને પુરુષો દ્વારા કરી શકાય છે. ધનની દેવીનું આ વ્રત મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરેમાં જોવા મળે છે. ભક્તોએ સ્નાન અને ધ્યાન કર્યા પછી આ વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. માતાની મૂર્તિનું ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં લાલ કપડું પાથરીને સ્થાપન કરવું જોઈએ. આ પછી, તેને ધૂપ, દીવા, ફળ, કુમકુમ, ચંદન, અત્તર, વસ્ત્રો વગેરે અર્પણ કર્યા પછી વ્રત કથા અને આરતી કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ