બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara's Gametha village again clashed between two groups

બબાલ / વડોદરાના ગામેઠા ગામમાં પોલીસના ધામા: જાતિ વિષયક શબ્દોને લઇ જૂથ અથડામણ થતા સર્જાયા મારામારીના દ્રશ્યો

Malay

Last Updated: 08:38 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના ગામેઠા ગામે જાતિ વિષયક શબ્દને લઈને બે જૂથ વચ્ચે ફરી બબાલ થતાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • વડોદરામાં પાદરાના ગામેઠા ગામે બબાલ
  • જાતિ વિષયક શબ્દને લઈને બબાલ 
  • બે જૂથના વ્યક્તિઓ વચ્ચે બબાલ 
  • ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં

વડોદરા ન્યૂઝઃ વડોદરામાં છાશવારે પથ્થરમારાની અને જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે વધુ એક વખત વડોદરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. પાદરાના ગામેઠા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બન્યું છે, હાલ  ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જાતિવિષયક શબ્દને લઈને બબાલ  
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામે ગતરોજ જાતિવિષયક શબ્દને લઈને બબાલ થઈ હતી. ગામેઠા ગામે જાતિવિષયક શબ્દને લઈને બે સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંન્ને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બે સમુદાયના લોકો વચ્ચે બબાલ થતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. 

આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અગાઉ આ ગામમાં દલિત સમાજના વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા બાબતે બબાલ થઈ હતી. ત્યારે ફરી એકવાર જાતિવિષયક શબ્દોનો ઉપયોગ કરતા મામલો વણસી ગયો હતો. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 

થોડા દિવસ અગાઉ સર્જાયો હતો વિવાદ
આપને જણાવી દઈએ કે, એક અઠવાડિયા અગાઉ જ પાદરાના ગામેઠા ગામે માનવતા શર્મશાર કરતી ઘટના સામે આવી હતી. ગામેઠા ગામના લોકોએ ગામના સ્મશાનમાં દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દેતાં ભારે વિવાદ સર્જાયો હતો. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ પરિવારજનોએ મૃતક કંચનભાઇ વણકરના અંતિમસંસ્કાર સ્મશાનથી દૂર કરવાની ફરજ પડી હતી. 

13 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે બાદ સમાજના અગ્રણીએ વડું પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.  જે બાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ