બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / vadodara, program, occasion, 'World MSME Day' C. R. Patil, party, Congress.

વડોદરા / એક સમયે દેશમાં છવાયેલી પાર્ટી આજે ભૂસાઈ ગઈ, પ્રાદેશિક પક્ષ કૌટુંબિક પક્ષ બનીને રહી ગયા: સી. આર. પાટીલ

Kishor

Last Updated: 04:23 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ખાતે 'વર્લ્ડ MSME ડે'  નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં સી. આર. પાટીલે કોંગ્રેસ સહિતના પક્ષને આડે હાથ લઈ આકરા પ્રહારો કર્યા હતા.

  • વડોદરામાં પરિવારવાદ પર સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર
  • કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી, આજે ભૂસાઈ ગઈ : સી.આર.પાટીલ
  • કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે : સી.આર.પાટીલ

વડોદરા ખાતે 'વર્લ્ડ MSME ડે'  નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાજરી આપી હતી. જેના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે, એક સમય હતો જ્યારે કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી અને આખા દેશ પર શાશન કરતી હતી. જે આજે ભૂસાઈ ગઈ છે અને અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. 

કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે : સી. આર. પાટીલ
વધુમાં સી. આર. પાટીલે ઉમેર્યું હતું કે આજે કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રાદેશિક પાર્ટીઓ છે. સમયની સાથે સાથે પ્રાદેશિક પક્ષ હવે કૌટુંબિક પક્ષ બનીને રહી ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી બધી જ કૌટુંબિક પાર્ટી બની છે. એનસીપીમાં શરદ પવારની દીકરી આવી છે જ્યારે સમાજવાદી પાર્ટી સહિત આવી કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે માત્ર ભાજપ એક જ દેશ આખામાં છવાયેલી પાર્ટી છે.  તેમ જણાવી સી. આર. પાટીલે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અત્રે નોંધનિય છે કે પરિવારવાદના નામે કોંગ્રેસ પર ભાજપના પ્રહારોએ કાઇ નવી વાત નથી આ મામલે વર્ષોથી ભાજપ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

સી.આર.પાટીલ સાથે અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થીત
'વર્લ્ડ MSME ડે' નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી મનીશા વકિલ, વડોદરાના સાંસદ તથા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ અને મેયર કેયુરભાઈ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરાનાં 14 ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશને 12,000 ફેક્ટરીઓમાં અગ્નિપથ યોજના અંતર્ગત થનાર અગ્નિવીરોને નોકરીમાં 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. જેના બાંહેધરી પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલ્યા હોવાથી એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ