બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara police on high alert after stone pelting incident

ચેકિંગ / પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પોલીસ હાઇ ઍલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું ડ્રોનથી પેટ્રોલિંગ

Malay

Last Updated: 10:33 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ, હનુમાન જયંતિ પહેલા શહેરના અંતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરાયું.

  • અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ચેકિંગ
  • હનુમાન જયંતિ આવવાને કારણે થયું સધન ચેકિંગ
  • રામનવમી પર પથ્થરમારાની ઘટના બાદ ચેકિંગ

વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ વચ્ચે હવે આવતાકાલે હનુમાન જયંતિ હોવાથી શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

પોલીસ કમિશનરે યોજી હતી ઉચ્ચસ્તરીય બેઠક
ગતરોજ વડોદરા પોલીસ કમિશનરે શહેરની સુરક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં એડિશનલ પોલીસ કમિશર, DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં હનુમાન જયંતિએ નીકળનારી 4 શોભાયાત્રાઓમાં તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસ કમિશનરે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા CCTV સર્વલન્સ વેનનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ શોભાયાત્રાના રૂટ પર અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ હતી. 

સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર
પોલીસ કમિશનરના આદેશને પગલે શહેરના અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધાબા પર પથ્થર કે અન્ય વસ્તુ છે કે નહીં જોવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું.

3 પોલીસ સ્ટેશનના PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સિટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના 
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે.  જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા  DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SITની ટીમમાં ACP ક્રાઇમ, ACPG ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો છે. 

શું હતો સમગ્ર મામલો? 
દેશભરમાં રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ  હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી. પથ્થરમારા બાદ તંગદિલી ઉભી થવા પામી હતી. પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.   

ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
આ ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પથ્થરમારો કરનારને ચેતવણી આપી હતી કે, 'રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે,  તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલા ભરવામાં આવશે.'

પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોંબિંગ કર્યું
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી તોફાનીઓને પોલીસે પકડી પાડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ