બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / VADODARA Municipal Corporation roads Negligence

બેદર'કાર' / વડોદરા: આને કહેવાય સ્માર્ટ વિકાસ, કાર દૂર કરવાની તસ્દી કોણ લે, બનાવી નાખ્યો નવો રોડ પછી જે થયું તે જોવા જેવું

Vishnu

Last Updated: 10:06 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના બાપોદ જકાતનાકા પાસે રોડ બનાવવમાં કર્યુ ચિતરામણ, રોડ પર પડેલી કારને હટાવ્યા વગર જ બનાવ્યો રોડ

  • રસ્તાનું વિચિત્ર કામ
  • કારને હટાવ્યા વગર જ બનાવ્યો રોડ
  • વડોદરા શહેરનો મનપાનો સ્માર્ટ વિકાસ

વડોદરા શહેર મનપા દ્વારા કહેવાતો સ્માર્ટ વિકાસ જોવો હોય તો જોઈ લો, કોણ શું કહેશે, રોડ બન્યા પછી કેવો લાગશે તેની કોઈ પરવાહ નથી. ન જાણે કેમ એમ લાગી રહ્યું છે કે વડોદરા મનપાને રોડ પર થિગડા મારવાની ટેવ પડી ગઈ છે. વાત છે બાપોદ જકાતનાકા પાસે નવા બનાવેલા રોડની, જ્યાં તંત્રને વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલો રોડ તાત્કાલિક બનવવાની એટલી ઉતાવળ હતી કે એક કાર હટાવવાની તસ્દી પણ ન લઈ શક્યા. અને બનાવી નાખ્યો નવો રોડ, પણ કાર ત્યાંથી લઈ લેવાતા રોડ પર તંત્રના હોશિયારી ભર્યા કામની પોલ ખૂલી ગઈ અને પછી થયું દરેક વખતની જેમ ચિતરામણનું કામ..

કોના સુપર વિઝનમાં રોડ બન્યો તે મોટો સવાલ
બાપોદ જકાતનાકા પાસે રોડ બનાવવમાં કોન્ટ્રાક્ટરે રસ્તા પર ડિઝાઇન પાથરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રોડ પર પડેલી કારને હટાવ્યા વગર જ રોડ બનાવી નાખતા કુતૂહલ સર્જાયું હતું.
બીજી તરફ કોર્પોરેશનના સુપરવાઈઝર ઉંઘતા ઝડપાયા. કોના સુપર વિઝનમાં રોડ બન્યો તે મોટો સવાલ ઊભો થઈ ગયો હતો. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરનો અણઘડ વહીવટ રસ્તા પર પોકારી પોકારીને બોલી રહ્યો હતો. કાર પાર્ક કરી હતી ત્યાં રોડ બાકી મુકી દીધો હતો. જે બાદ તેને થીંગડું મારવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કામ પછી અધિકારીઓના કામ અંગે અવલોકનનો અભાવ જોવા મળ્યો હતો. જે કારણે મનફાવે તેમ રોડ બનાવી નાખવામાં આવ્યો હતો.
 

અમદાવાદ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે પણ આવી રીતે ઉતારી હતી વેઠ

ઉપરની તસવીરમાં જોઈ શકાય છે કે થોડા મહિના પહેલા અમદાવાદ મનપાના રસ્તા પણ હાસ્યાસ્પદ બન્યા હતા. AMCના કોન્ટ્રાક્ટરે વડોદરાવાળી કરી હતી. સરદારનગરમાં આવેલી એક સોસાયટીમાં રસ્તાઓ રિસરફેસ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓમાં રોડ બાકી જ મૂકી દેવાયા હતા. રાતો રાત મશીન લઇને આવેલા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ પાર્ક કરેલી ગાડીઓ હટાવ્યા વિના જ રસ્તાઓ બનાવી દેવાયા હતા. જ્યાર બાદ આ કામગીરીને લઇને સ્થાનિકો અને વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ