બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / vadodara harni lake incident: SIT arrested one more accuswd named binit kotiya

અપડેટ / વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ એક આરોપી ઝબ્બે, બિનીત કોટિયા સહિત કુલ 7 ઝડપાયા, મુખ્ય સહિત આટલા આરોપી પોલીસ પકડથી દૂર

Vaidehi

Last Updated: 11:13 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી તળાવ બનાવ: બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયાની ધરપકડ. અત્યાર સુધી 7 આરોપીઓ ઝડપાયા.

  • વડોદરા હરણી તળાવનો અપડેટ
  • દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા ઝડપાયો
  • મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર

વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા ઝડપાયો.  SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી.  બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 આરોપી ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે.  ઘટનાનાં ચાર દિવસ પછી પણ હજુ સુધી તમામ આરોપીઓ ઝડપાયા નથી.  કુલ 19 આરોપીઓમાંથી 12 આરોપીઓને પોલીસ હજુ શોધી રહી છે.

કોણ છે બિનીત કોટિયા?

બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. હરણી લેકઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સનાં હસ્તે હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો. મૂળ ભરુચનો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે. 

Binit Kotia

કમિશનરે આપી હતી માહિતી
હરણી તળાવ બોટ ઘટના મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 20 જાન્યુઆરીનાં મોટી માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે  આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓની જાણ કરવામાં આવી હતી. પોલીસને આના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે. 

પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી 
 વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં 16 બાળકોના મોત થયાં છે. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા. 

વધુ વાંચો: રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોનાં મોત: કારણ હાર્ટ એટેક, નાની વયે વધતા કેસો ચિંતાજનક

કોણ છે બોટનો કોન્ટ્રાક્ટર ?
હરણી લેકમાં જે બોટ ડૂબી ગઈ હતી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ