બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Cyber crime arrests young man from Bhopal who lured 150 girls by putting bogus biodata on matrimonial site

ધરપકડ / 150 યુવતીઓને ફસાવનારા રોહિતને વડોદરા સાયબર ક્રાઈમે ભોપાલથી દબોચ્યો: IPS, ડૉક્ટર, ડાયમંડ કિંગ ઓળખાણ આપી ન્યૂડ વીડિયો મેળવ્યા, લાખો રૂપિયા પડાવ્યા

Malay

Last Updated: 03:17 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: મેટ્રીમોનિયલ સાઈટ પર બોગસ બાયોડેટા મૂકી 150 જેટલી યુવતીઓને ફસાવનારા યુવકની વડોદરા સાયબર ક્રાઈમે ભોપાલથી કરી ધરપકડ, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા.

  • 150 યુવતીઓને ફસાવનાર આરોપીની ધરપકડ 
  • વડોદરા સાયબર ક્રાઈમે ભોપાલથી ઠગને ઝડપી પાડ્યો
  • મેટ્રોમોનિયલ સાઈટ પર મુકતો હતો બોગસ બાયોડેટા 
  • બોગસ બાયોડેટા મૂકી યુવતીઓને ફસાવતો હતો ઠગ

Vadodara News: વડોદરા સાયબર ક્રાઈમની ટીમે 150 જેટલી યુવતીઓને અલગ-અલગ નામથી ફસાવનાર આરોપીને ભોપાલથી ઝડપી પાડ્યો છે. આ ઠગે યુવતીઓેને IPS ઓફિસર, ડોક્ટર, ડાયમંડ કિંગ, ઉદ્યોગપતિની ઓળખ આપી પોતાની જાળમાં ફસાવી હતી. હાલ આ ઠગને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.  

  

જીવનસાથી ડોટ કોમ પરથી કર્યો હતો સંપર્ક
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની એક યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે તેણે જીવનસાથી ડોટ કોમ ઉપર તેનો બાયોડેટા અપલોડ કર્યો હતો. જીવનસાથી ડોટ કોમમાંથી તેનો બાયોડેટા મેળવીને એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો અને તેણે પોતાનું નામ અનુપમ શર્મા જણાવ્યું હતું. આ યુવકે પોતે વેલ સેટ હોવાનું કહીને વાતચીત આગળ વધારી હતી. યુવતીને વિશ્વાસમાં લીધા બાદ તેણે તેના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. 

બે વર્ષમાં પડાવ્યા લાખો રૂપિયા
જે બાદ આ યુવકે બે વર્ષના સમયગાળામાં 12 લાખથી વધુ રૂપિયા યુવતી પાસેથી પડાવ્યા હતા. આટલા રૂપિયા પડાવ્યા છતાં આ યુવકે ધાકધમકી આપીને પોતાની માંગણી ચાલુ રાખી હતી, જેથી આખરે કંટાળીને યુવતીએ વડોદરા સાયબર ક્રાઈમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઈમની ટીમે યુવતીની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  

ભોપાલથી કરી ધરપકડ
સાયબર સેલે યુવકના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાવી હતી. જેમાં તેનું લોકેશન ભોપાલમાં મળતા સાયબર ક્રાઈમની ટીમ ભોપાલ પહોંચી હતી, ભોપાલના હુજુર ખાતેથી આ યુવકને ઝડપી પાડ્યો હતો. જેનું અસલી નામ  રોહિત સિંગ હોવાનું જણાવા મળ્યું હતું. 

પૂછપરછમાં થયો ખુલાસો 
જે બાદ પોલીસ દ્વારા તેની આકરી પૂછપરછ કરવામાં આવતા તેણે અલગ અલગ સાઇટ પરથી ઘણી છોકરીઓને ફસાવી હોવાનું કબૂલ્યું હતું. તે જુદી-જુદી સાઈટમાં પોતાના બોગસ બાયોડેટા મૂકતો હતો.  બાયોડેટામાં તે પોતાને ડોક્ટર, ડાયમંડ કિંગ અને ફેક્ટરી માલિક જણાવતો હતો અને યુવતીને પોતી જાળમાં ફસાવતો હતો. 

 

150 જેટલી છોકરીઓને ફસાવી
તે યુવતીઓને પોતાની પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીની લાલચ આપતો હતો, ઠગ રોહિત સિંગ યુવતીઓને સારી નોકરીની ઓફર પણ આપતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે અત્યાર સુધીમા 150 જેટલી છોકરીઓને ફસાવી હોવાનું સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ