બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Vadodara city After the tragedy the VMC system issued notices to dilapidated schools

જર્જરિત શાળા / આ છે વિકસિત ગુજરાતની વાસ્તવિકતા! VTV ગુજરાતીના રિયાલિટી ચેકમાં ફૂટી ગયો ભાંડો, મજબૂરીમાં ભાવિ

Dinesh

Last Updated: 11:37 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news: વડોદરા શહેરમાં બનેલી દુર્ઘટના બાદ VMC તંત્રએ જર્જરિત શાળાઓને નોટિસો પાઠવી છે, શહેરની 20 જેટલી સ્કૂલો જર્જરિત હોવાથી VMCએ સ્કૂલ બંધ કરવાનો આદેશ આપ્યો છે

 

  • વડોદરા શહેરની શાળાઓને નોટિસ
  • બારડોલીના રાયમ ગામની શાળા જર્જરિત
  • અમદાવાદમાં કોતરપુર શાળા જર્જરિત હાલતમાં

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ જગતને ઉત્કૃષ્ટ બનાવવાના સતત પ્રયત્નો થતા હોય છે. પરંતુ ખાનગી શાળાની સામે સરકારી શાળાઓમાં સ્થિતિ દયનીય જોવા મળે છે. ત્યારે આવા જ શિક્ષણ અને શાળા અંગેના પ્રશ્નોને લઈ VTV NEWSએ સુરત-બારડોલી,રાજકોટ અને અમદાવાદની શાળાઓમાં રિયાલિટી ચેક કર્યુ છે. વડોદરા શહેરમાં બનેલી દુર્ઘટના બાદ VMC તંત્રએ જર્જરિત શાળાઓને નોટિસો પાઠવી છે. શહેરની 20 જેટલી સ્કૂલો જર્જરિત હોવાથી VMCએ સ્કૂલ બંધ કરવાનો આદેશ આપ્યો છે.  બીજી તરફ સુરતના બારડોલીના રાયમ ગામે શાળાના ઓરડાની દીવાલોમાં તીરાડ પડી ગઈ છે.  રાજકોટમાં કોઠારીયા નજીકની સરકારી શાળામાં ઓરડાઓમાં ઉપરથી નળિયા તૂટેલા તેમજ શાળાના રૂમો ખંઢેર બનેલા જોવા મળ્યા છે.  અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી કોતરપુર પ્રાથમિક શાળાની છત પરથી પોપડા ખર્યા હોઈ અને સિમેન્ટના પતરા તૂટેલી હાલતમાં હોઈ તેવું જોવા મળ્યુ છે.

વડોદરામાં જર્જરિત શાળાઓને નોટિસો પાઠવી 
વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશી અધિકારીઓ સફાળો જાગ્યો છે. શિક્ષણ સમિતિની વર્ષોથી જર્જરિત સ્કૂલમાં ભણતા બાળકોની સુરક્ષાની મોડે મોડે ચિંતા કરવામાં આવી છે. કોર્પોરેશનને શિક્ષણ સમિતિની 20 જેટલી સ્કૂલો જર્જરિત હોવાથી નોટિસ આપી બંધ કરવાની નોટિસ આપી બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેને લઇ શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દોડતા થયા છે. શિક્ષણ સમિતિની 20 સ્કૂલોમાં અંદાજિત 10 હજાર બાળકો અભ્યાસ કરે છે ત્યારે તેમના ભવિષ્ય સામે સવાલો ઉઠ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓએ શિક્ષણ સમિતિને નોટિસ પાઠવી પોતાની જવાબદારીમાથી હાથ અધ્ધર કરી લીધા છે. જેને લઈ શાસનાધિકારીએ સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરને સાથે રાખી જર્જરિત સ્કૂલોનું ઈન્સ્પેક્શન શરુ કર્યું છે. સાથે જ સ્કૂલોના પ્રિન્સિપાલોને સાત  દિવસના બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક જગ્યાઓ શોધી કાઢવા માટે આદેશ કર્યા છે. બાળકોને અન્ય બિલ્ડીંગમાં અથવા ભાડાના મકાનમાં ખસેડવામાં આવશે. સાથે જ જર્જરિત સ્કૂલોમાં જરૂરી સમારકામ હાથ ધરવામાં આવશે.

આ 20 સ્કૂલને નોટિસો પાઠવી 
1. લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા, નવાયાર્ડ 
2. મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા, નિઝામપુરા 
3. મહારાણા પ્રતાપ હિન્દી પ્રાથમિક શાળા, ફતેગંજ 
4. સંત જલારામ પ્રાથમિક શાળા, રાવપુરા 
5. મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા, નિઝામપુરા 
6. પુજ્ય રંગ અવધુત પ્રાથમિક શાળા, નિઝામપુરા 
7. શ્રી માધવરાવ ગોળવલકર મરાઠી પ્રાથમિક શાળા 
8. ડૉ. હેડગેવાર પ્રાથમિક શાળા (સવાર, બપોર) 
9 વીર સાવરકર ગુજરાતી, હિન્દી પ્રાથમિક શાળા (સવાર,બપોર) 
10. રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળા 
11. નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા (સવાર, બપોર) 
12. મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા 
13. રમણલાલ.એન.શાહ પ્રાથમિક શાળા 
14. કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, લાડવાડા 
15. મંજુલાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા, રંગોળી મેદાન 
17. નગર પ્રાથમિક કન્યા શાળા, પ્રતાપ મરઘાની પોળ 
17. કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા, ગાજરાવાડી 
18. રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા 
19. માં સરસ્વતી પ્રાથમિક શાળા 
20. સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા

રાયમ ગામની શાળા જર્જરિત
સુરતના બારડોલીની રાયમની શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. 8 વર્ષથી અનેક રજૂઆત છતાં સમારકામનો અભાવ છે. સમારકામને લઇને વર્ષ 2016થી રજૂઆત કરી રહ્યાં છે.  ધોરણ 1થી 5ના 45 બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. હળપતિ સમાજે બનાવેલી સ્કૂલ તંત્રની લાલિયાવાડીને કારણે બિસ્માર પડી છે.  ગરમી,ઠંડી કે વરસાદની સિઝનમાં વિદ્યાર્થી બહાર અભ્યાસ કરવા મજબૂર બને છે તો ચોમાસામાં અભ્યાસ કરાવવો અતિ મુશ્કેલ બની રહ્યો છે.

રાજકોટમાં સરકારી શાળીની જર્જરિત હાલત
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શિક્ષણને સારો એવો ધ્યેય મળી રહે તે માટે એક સ્લોગન આપવામાં આવ્યું છે કે, ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત". પરંતુ ખરેખર શાળાની શું સ્થિતિ છે. તેની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા રાજકોટમાં VTV NEWSએ રિયાલિટી ચેક કર્યુ છે. જેમાં રાજકોટ શિક્ષણ સમિતિ એ જણાવ્યા મુજબ એક પણ શાળાઓ જર્જરિત નથી. તેવા દાવા મામલે રિયાલિટી ચેક કર્યું છે. જેમાં રાજકોટના કોઠારીયા નાકા પાસે આવેલી શાળા નંબર 1માં સરકાર શાળાની સ્થિતિ જર્જરિત દેખાઈ હતી. સરકારી શાળાના ઓરડાઓમાં ઉપરથી નળિયા તૂટેલા તેમજ શાળાના રૂમો ખંઢેર બનેલા જોવા મળ્યા હતા. આ શાળામાં જ્યાં બાળકો અભ્યાસ કરતા હતા તેની ઉપર જીવનું જોખમ જોવા મળતું હતું. તેમજ વિદ્યાર્થીઓ માટે બેસવાની બેંચિસ પણ ન હતી. વિધાર્થીઓ નીચે જમીન પર બેસીને સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. ખંઢેર અને જર્જરિત શાળાઓના અહેવાલથી મનપાનું શિક્ષણ જગત ક્યારે જાગશે તે જોવું રહ્યું.

કોતરપુર શાળા જર્જરિત હાલતમાં
અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં આવેલી કોતરપુર પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી છે. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અનેક વખત તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી, હાલમાં તંત્રને ઘ્યાનમાં છે કે કોતરપુરની ગુજરાતી શાળા નં 1 જર્જરિત છે પરંતુ તેમ છતા હવે કોઇ મોટી ઘટના બનવાની રાહ તંત્ર જોઇ રહ્યુ હોય તેવુ લાગે છે. ઉપરાતં ગામના રહેવાસીઓ કોર્પોરેટર સહિત ધારાસભ્યને પણ અનેક રજૂઆત કરી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે તેમ છતા શિક્ષણનુ સ્તર અને શિક્ષણની સુવિધાઓ બાબતે અનેક પ્રશ્નો હજુ પણ વર્ષોથી પડતર જ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના કોતરપુર વિસ્તારમાં 1953માં શરૂ થયેલ પ્રાથમિક શાળા 81 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રિપેરીંગની તસ્તી લેવામાં આવી નહી.હાલ તો  કોતરપુરા પ્રાથમિક શાળા ઝડથી રિપેરિંગ થાય તેવી માગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ