બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / US's double game: Report handed over to Canada after spying on Nijjar massacre

દાળમાં કાળું / USની ડબલ ગેમ: નિજજર હત્યાકાંડની જાસૂસી કરી કેનેડાને સોંપ્યો રિપોર્ટ, યુએસ રાજદૂતના ખુલાસાથી ખળભળાટ

Priyakant

Last Updated: 04:25 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada India Relations News: અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું કે, ફાઈવ આઈઝ એલાયન્સ સાથે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી, આ કારણસર કેનેડાના PMએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના વાંધાજનક આક્ષેપો કર્યા

  • ખાલિસ્તાની નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ
  • PM જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું: અમેરિકન રાજદ્વારી
  • ફાઈવ આઈઝ એલાયન્સ સાથે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી: અમેરિકા

Canada India Relations : હાલમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે, PM જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે, ફાઈવ આઈઝ એલાયન્સ સાથે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. આ કારણસર કેનેડાના PMએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના વાંધાજનક આક્ષેપો કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકન રાજદ્વારીએ શનિવારે આ વાત કહી હતી. 

કેનેડાના આરોપો પર USનો મોટો દાવો
એક કેનેડિયન ન્યૂઝ ચેનલને ટાંકીને એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં US એમ્બેસેડર ડેવિડ કોહેને કહ્યું છે કે, ફાઇવ આઇઝ ભાગીદારો સાથે સામાન્ય ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. જો નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણી અંગે PM ટ્રુડોએ જે પણ આક્ષેપો કર્યા છે તે આ જોડાણ સાથે વહેંચવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ રિપોર્ટ રવિવારે પ્રસારિત થનાર કાર્યક્રમ 'ક્વેસ્ટન પીરિયડ વિથ વાસી કેપેલોસ' પરના તેમના વિશેષ ઇન્ટરવ્યુ પર આધારિત છે.

એક ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું કે તેણે પુષ્ટિ કરી છે કે, ફાઇવ આઇઝ જોડાણ વચ્ચે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. આ માહિતીથી કેનેડાના PMને ભારત વિરુદ્ધ નિવેદન આપવામાં મદદ મળી. વાસ્તવમાં જ્યારથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે, PMટ્રુડો કયા પુરાવાના આધારે ભારત પર આટલો મોટો આરોપ લગાવી રહ્યા છે. જોકે તે પોતે પણ પોતાના નિવેદનને સમર્થન આપતા પુરાવા રજૂ કરી શક્યા નથી. અહેવાલમાં જણાવાયું છે કે, US રાજદ્વારી કોહેન કેનેડાની સરકારને મળેલી ગુપ્ત માહિતી માનવીય અને સર્વેલન્સ બંને આધારિત હતી કે કેમ અને તેમાં ભારતીય રાજદ્વારીઓની સિગ્નલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે કે કેમ તે અંગે ટિપ્પણી કરશે નહીં. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ આ વાતનો સ્વીકાર કર્યો છે.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ
ફાઈવ આઈઝ એક ઈન્ટેલિજન્સ એલાયન્સ છે જેમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિત પાંચ દેશ સામેલ છે. તે સર્વેલન્સ-આધારિત અને સિગ્નલ ઇન્ટેલિજન્સ બંને છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, 18 સપ્ટેમ્બરે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડિયન PMએ ભારત પર જે પણ આરોપો લગાવ્યા છે તે ફાઈવ આઈઝને મળેલી ગુપ્ત માહિતીના આધારે છે. જોકે ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે આ આરોપને વાહિયાત અને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ