બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:22 PM, 18 June 2023
ADVERTISEMENT
ઈંગ્લેંડની સામે ઑસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી ટીમને મોટો ફાયદો કરાવ્યો હતો. હાલમાં ઉસ્માન ખ્વાજા પ્રેસ કોન્ફેરેન્સમાં જોડાયા હતાં પરંતુ એકલા નહીં, પોતાની 3 વર્ષની દીકરી પણ તેમની સાથે હતી.
The hilarious moment when the daughter of Australian cricketer, Usman Khawaja, was caught by her dad scrolling through a journalist's camera roll 😅 pic.twitter.com/wgxlgTIcOv
— Eurosport (@eurosport) June 17, 2023
ADVERTISEMENT
દીકરીને લઈને આવ્યાં ખ્વાજા
મેચ સમાપ્ત કરીને ઉસ્માન ખ્વાજા પ્રેસ કોન્ફેરેન્સ માટે આવ્યાં. તેઓ પોતાની ક્યૂટ 3 વર્ષની દીકરી આયશાને પણ લઈને આવ્યાં હતાં. ખ્વાજાએ પ્રેસને જણાવ્યું કે આ મારાથી દૂર રહેવા નહોતી ઈચ્છતી એટલે હું તેને સાથે લઈને આવ્યો.
આયશાનો વીડિયો વાયરલ
ઉસ્માન ખ્વાજાની ત્રણ વર્ષની દીકરીએ પ્રેસ કોન્ફેરેંસ દરમિયાન પોતાની નાની બહેન વિષે પૂછ્યું. તેણે પપ્પા ઉસ્માનને પૂછ્યું કે 'આયલા ક્યાં છે... ?'ત્યારે ખ્વાજાએ જવાબ આપ્યો કે 'બેબી આયલા અહીં નથી, તે મમ્મી સાથે સાથે, આપણે જલ્દી પાછા જશું, ઓકે?'
This is what it means 🙌
— ICC (@ICC) June 17, 2023
Usman Khawaja celebrated his sublime century against England in style 💯#Ashes | #WTC25 pic.twitter.com/6fGWJr8fAB
ટેસ્ટ કરીયરની 15મી સદી ફટકારી
ઉસ્માન ખ્વાજાએ ઈંગ્લેન્ડની સામે ધમાકેદાર બેટિંગ કરી પોતાના ટેસ્ટ કરીયરની 15મી સદી ફટકારી. ખ્વાજાની આ શાનદાર બેટિંગને લીધે સંઘર્ષ કરતી ઑસ્ટ્રેલિયા ફરી મજબૂત સ્થિતિમાં આવતી દેખાઈ રહી છે. બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ 5 વિકેટ ઘુમાવીને 311 રન બનાવી લીધાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.