બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / US Presidential Election 2024 Nikki Haley out of presidential race, Donald Trump will be a contender

US Presidential Election / હવે ટ્રમ્પ માટે રસ્તો સાફ: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થશે ભારતીય મૂળના નિક્કી હેલી

Megha

Last Updated: 11:05 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થવાને કારણે ટ્રમ્પનો દાવો વધુ મજબૂત બન્યો છે, કારણ કે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ એકમાત્ર ઉમેદવાર રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2024માં હવે નવો વળાંક આવ્યો છે. સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. નિક્કીએ ​​રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાનો પોતાનો દાવો છોડી દીધો છે. 

સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થવાને કારણે ટ્રમ્પનો દાવો વધુ મજબૂત બન્યો છે, કારણ કે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ એકમાત્ર ઉમેદવાર રહ્યા છે. અગાઉ તેમના જ પક્ષના નેતા નિક્કી હેલી ટ્રમ્પ સામે ઊભા હતા, પરંતુ હેલીએ ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન આમને-સામને થશે. જણાવી દઈએ કે અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

નિક્કી હેલીએ જ્યારે ફેબ્રુઆરી 2023 માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે સામે આવ્યા હતા. એવામાં હવે 'સુપર ટ્યુઝડે'ના પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી નિક્કી હેલી પર મજબૂત લીડ મેળવી લીધી છે. ટ્રમ્પે ટેક્સાસ, કેલિફોર્નિયા અને અન્ય 11 રાજ્યોમાં જોરદાર જીત મેળવી હતી તો હેલીએ વર્મોન્ટમાં જીતવામાં સફળ રહી હતી. જોકે 15 રાજ્યોમાં જ્યાં મંગળવારે મતદાન થયું હતું ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે પક્ષનું નામાંકન જીતવા માટે પૂરતા પ્રતિનિધિઓ નહોતા.

'સુપર ટ્યુઝડે' શું છે? તો જણાવી દઈએ કે બુધવારે ચૂંટણી પહેલા સુપર ટ્યુઝડે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે, 16 વિવિધ રાજ્યો અને પ્રદેશોના લોકો મતદાન કરે છે અને નક્કી કરે છે કે તેઓ કોને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડતા જોવા માંગે છે. 

વધુ વાંચો: ભારત સાથે ધોખો: રશિયામાં પુતિનની સેનાના કારણે વધુ એક ભારતીયનો જીવ ગયો, એજન્ટે દાવ કર્યો

આ બાદ હવે હેલી ટ્રમ્પને સમર્થન આપશે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લીધો નથી. હેલીની નજીકના લોકોના મત અલગ છે. કેટલાક લોકો માને છે કે ટ્રમ્પને સમર્થન આપવું તેમના માટે સારું રહેશે કારણ કે તેઓ એક ટીમ તરીકે જોવામાં આવશે. અન્ય લોકો તેને ટેકો આપવાનો સખત વિરોધ કરે છે. તેમના પ્રચાર દરમિયાન, હેલીએ રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઈમરી જીતનાર પ્રથમ મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો. તે ડેમોક્રેટિક અથવા રિપબ્લિકન પ્રાઈમરી જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન પણ છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ