બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / uric acid diet these food items can increase the risk of high uric acid 3 times

ચેતવણી / કિડની સડી જશે, લિવર પણ ધીમું પડી જશે, વહેલી તકે આ 3 વસ્તુઓ ખાવાનું ટાળજો, વધે છે 3 ગણું યૂરિક એસિડ

Hiralal

Last Updated: 04:30 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં યુરિક એસિડ વધારતી 3 ચીજો ખાવામાં ટાળવાની જરુર છે.

  • શરીરમાં યુરીક એસિડ વધારતી 3 ચીજો ખાવાની ટાળવી જરુરી
  • કોબી, મશરુમ, વધારે ફેટવાળું દૂધ, રાજમા, સુકા વટાણાના સેવાથી સાંધામાં દુખાવો
  • મીઠાઈ અને નોનવેજ ખાવાથી પણ વધારે યુરિક એસિડ 

યુરિક એસિડ એ આપણા લોહીમાં જોવા મળતો નકામો પદાર્થ છે જે પ્યુરિન નામનું રસાયણ તૂટી જાય ત્યારે બને છે. જોકે શરીરનું દોડતું રાખવા માટે યુરિક એસિડ જરુરી છે પરંતુ તેનું વધારે પ્રમાણથી અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે તેનાથી હાડકાં ખોખલા થવા લાગે છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં યુરિક એસિડ ડાયાબિટીસ, આર્થરાઈટિસ જેવા ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, તેને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જોકે યુરિક એસિડ કિડની દ્વારા ફિલ્ટર થઈને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે પરંતુ પ્રમાણ વધતાં તે સાંધામાં સ્ફટિકના રૂપમાં જમા થવા લાગે છે. આ કારણે હાડકાં વચ્ચે અંતર રહે છે, સાથે કિડની પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે તમામ પ્રકારની દવાઓ અને તબીબી સારવાર ઉપલબ્ધ છે. જો કે ઘણી વખત દવાઓ અને મેડિકલ ટ્રીટમેન્ટ બાદ પણ આ સમસ્યામાં સંપૂર્ણ રાહત મળતી નથી. સાથે જ વધુ ચિંતાની વાત એ છે કે સમય જતાં આ સમસ્યા વધવા લાગે છે. આવી સ્થિતિમાં, દવાઓની સાથે ખોરાક પર વધુ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જો તમે પણ યૂરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

હાઈ યુરિક એસિડથી ભરપૂર ભોજન ટાળો 
પ્યુરિન હાઈ યુરિક એસિડ માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં, તેનાથી પીડિત લોકો માટે પ્યુરિન-સમૃદ્ધ ખોરાકથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.  કોબીજ, મશરૂમ, વધુ ફેટવાળું દૂધ, રાજમા, સૂકા વટાણા વગેરેમાં પ્યુરિન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે આ બધી વસ્તુઓનું સેવન કરો તો 
તેનાથી સંધિવા, સાંધામાં અસહ્ય દુખાવો થઈ શકે છે. 

મીઠાઈ દૂર રહેવું 
મીઠી વસ્તુઓમાં મળતું  ફ્રુક્ટોઝ યુરિક એસિડને ઝડપથી વધારે છે તેથી મીઠાઈથી દૂર રહેવાથી શરીરમાં યુરિક એસિડ માપનું જળવાઈ રહે છે. 

નોન-વેજ ફૂડ બની શકે છે જોખમી
નોનવેજમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે શરીરમાં યુરિક એસિડ ઉત્પન્ન થાય છે. જો તમે વધારે યૂરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય તો તમારે માંસ, સીફૂડ, માછલી, મટન વગેરેનું સેવન બંધ કરવું જોઈએ, નહીંતર તે કિડની સડાવી શકે છે અને લીવર પર પણ તેની ખરાબ અસર પડે છે.

આલ્કોહોલ કિડનીને અસર કરે છે
ઉચ્ચ યુરિક એસિડની સમસ્યાથી પીડિત લોકોએ દારૂ પીવાનું ટાળવું જોઈએ. તેના સેવનથી સંધિવાનું જોખમ વધી જાય છે. આલ્કોહોલનું સેવન શરીરને ડિહાઇડ્રેટ કરવાનું કામ કરે છે, જેના કારણે કિડનીના કામમાં ખલેલ પડે છે અને તે યુરિક એસિડને ફિલ્ટર કરી શકતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ