બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 10:37 AM, 20 November 2023
ADVERTISEMENT
UPI આવ્યા પછી પેમેન્ટ કરવું વધુ સરળ બની ગયું છે. UPIથી મોટી રકમ પણ ચૂકવવામાં આવે છે. UPIથી સગવડ મળે છે તેની સાથે ડર પણ રહે છે. એકાઉન્ટ નંબરમાં સહેજ પણ ફેરફાર થાય તો પૈસા બીજા એકાઉન્ટમાં જતા રહે છે. બેંક RBI સાથે આ પ્રકારના કેસને ઝડપથી ઉકેલવા માટેના તમામ પ્રકારની કોશિશ કરે છે. જો તમે ખોટા એકાઉન્ટમાં UPI પેમેન્ટ કર્યું છે, શું કરવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
બેન્ક નિયમ
બેન્કના નિયમો અનુસાર, UPIથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તો પેમેન્ટ કર્યાના 3 દિવસમાં જ બેંકને તેની જાણ કરો. પેમેન્ટ કર્યા પછી ઈમેલ અને મેસેજને પણ ચેક કરો, જેમાં બેન્કમાંથી કપાયેલ રકમ વિશે જાણી શકાય છે. જો ખોટા એકાઉન્ટમાં પેમેન્ટ થયું હોય તો તાત્કાલિક બેંકના કસ્ટમર કેયર નંબર પર કૉલ કરો અને તેમને તમામ જાણકારી આપો.
ADVERTISEMENT
કસ્ટમર કેયરને જાણકારી આપ્યા પછી શું કરવું?
કસ્ટમર કેયરમાં જાણકારી આપ્યાના 48 કલાકમાં પૈસા એકાઉન્ટમાં પરત આવી જાય છે. આ પ્રકારે ના થાય તો બેન્કમાં લેખિતમાં ફરિયાદ કરી શકો છો. જેમાં તમામ જાણકારી (ટ્રાન્ઝેક્શન આઈડી, મોકલેલ રકમ, એકાઉન્ટ ડિટેઈલ્સ) આપવાની રહેશે. RBIને પણ લેખિત ફરિયાદ કરી શકો છો.
બેન્ક તરફથી યોગ્ય રિસ્પોન્સ ના મળે તો શું કરવું?
ફરિયાદ કર્યા પછી બેન્કના કામથી યોગ્ય રિસ્પોન્સ નથી મળી રહ્યો તો NPCIમાં ફરિયાદ કરી શકો છો, આ પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન હશે. NPCIની વેબસાઈટ પર જઈને કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. જેમાં તમારું નામ, નંબર, એડ્રેસ, જે બેન્ક એકાઉન્ટ માટે UPIનો ઉપયોગ કરી રહ્યા છો તેની જાણકારી આ તમામ માહિતી આપવાની રહેશે. તમામ ડિટેઈલ્સ ફિલઅપ કર્યા પછી ફોર્મ સબમિટ કરી દો. ત્યારપછી NPCI ફરિયાદની તપાસ કરશે અને યોગ્ય તપાસ કરશે, જેનો તમને મેઈલ પણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.