બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / UPI transaction will PPI charge on above the payment of 2000 rupees, know all the details

ટ્રાન્ઝેક્શન / UPI પેમેન્ટમાં શું છે PPI ચાર્જની ગેમ? કોના કેટલા કપાશે રૂપિયા, એક ક્લિકમાં જાણો તમામ સવાલના સરળ જવાબ

Vaidehi

Last Updated: 07:57 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 એપ્રિલ 2023થી UPI પેમેન્ટ પર ચોક્કસ PPI ચાર્જ લાગશે. પ્રત્યેક પેમેન્ટ પર 1.1% જેટલો ચાર્જ વસૂલવામાં આવશે પરંતુ આ નિયમ કેટલાક નિયત પેમેન્ટ્સ પર જ લાગૂ પડશે.

  • UPIથી ટ્રાંઝેક્શન પર એકસ્ટ્રા ચાર્જ
  • 1 એપ્રિલ 2023થી લાગૂ પડશે નવો PPI નિયમ
  • વોલેટ ટૂ એકાઉન્ટ પર લાગશે ચાર્જ

UPIથી 2000 રૂપિયાથી વધારેનાં ટ્રાંઝેક્શન પર એકસ્ટ્રા ચાર્જ લાગશે. આ એક્સ્ટ્રા ચાર્જને પ્રીપેડ પેમેંટ એટલે કે PPI Charge તરીકે ઓળખવામાં આવે છે. 2000થી વધારે મર્ચેન્ટ ટ્રાંઝેક્શન પર 1.1%નાં દરથી ચાર્જ વસૂલવામાં આવશે. પણ આ ચાર્જ કોણ ભરશે? તમામ માહિતી જાણો VtvGujarati સાથે.

શું થવાનો છે ફેરફાર?
NPCIનાં સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2023થી UPIની મદદથી કરવામાં આવતા મર્ચેંટ ટ્રાંઝેક્શન પર PPI ફીઝ વસૂલવામાં આવશે. તેના અંતર્ગત 2000 રૂપિયાથી વધારેનાં મર્ચેન્ટ ટ્રાંધએક્શન પર PPI ચાર્જ વસૂલવામાં આવશે.

શું છે આ PPI ચાર્જ
NCPA અનુસાર હાલમાં જ PPI વોલેટને ઈન્ટરઓપરેબલ UPI ઈકોસિસ્ટમનો ભાગ બનવાની પરવાનગી આપી છે. તેનાથી સામાન્ય ગ્રાહક પર કોઈ ભારણ વધશે નહીં પરંતુ મર્ચેન્ટ અને બેંકને આ નિયમ લાગૂ પડશે. એટલે કે આ ચાર્જ મર્ચેન્ટ પાસેથી વસૂલવામાં આવશે.

PPI એટલે શું?
પીપીઆઈ એક પ્રકારનો ડિજિટલ વોલેટ છે જે યૂઝરને પોતાના પૈસા સ્ટોર કરવાની સુવિધા આપે છે, Paytm PhonePay જેવી કંપનીઓ PPIનો ઓપ્શન આપે છે.

કેટલો લાગશે ચાર્જ?
PPI ચાર્જ કે ઈંટરચેન્જ પેમેન્ટ સર્વિસ આપનારી કંપનીઓ દ્વારા વોલેટ ધરાવનારાઓ જેવા કે બેંકોએ આપવો પડતો ચાર્જ છે. તેને લેન-દેન સ્વીરકાર કરવા, સંસાધિત કરવા અને અધિકૃતતાના ખર્ચને આવરી લેવા માટે વસૂલવામાં આવે છે. મર્ચેન્ટ ટ્રાંઝેક્શન પર 1.1% દર ચૂકવવાનો પ્રસ્તાવ છે.

ગ્રાહકોને ચૂકવવો પડશે ચાર્જ?
NCPIએ સ્પષ્ટતા કરી છે કે એકાઉન્ટ ટૂ એકાઉન્ટ મની ટ્રાંસફર પર કોઈ ચાર્જ લગાવવામાં આવશે નહીં એટલે કે તમે ઈચ્છો તેટલા પૈસાને ટ્રાંસફર કરી શકશો. ઈંટરચેંજ તાર્જ વોલેટથી એકાઉન્ટમાં પૈસા મોકલવા પર કાપવામાં આવશે જે મર્ચેન્ટની રકમથી કપાશે. તેથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી.

2000રૂપિયાથી વધારેની ચૂકવણી પર લાગશે ચાર્જ
આ નિયમ 2000રૂપિયાથી વધારેનાં ટ્રાંઝેક્શન પર જ લાગૂ પડે છએ. જો તમે કોઈ દુકાન પર 2001 કે તેથી વધારેનું પેમેન્ટ ત્યાં લાગેલા QR કોડને સ્કેન કરીને વોલેટથી UPI પેમેન્ટ કરશો પો PPI ચાર્જ લાગૂ પડશે. આ ચાર્જ મર્ચેન્ટને ભોગવવો પડશે.સ્પષ્ટરીતે આ મામલો સંપૂર્ણરીતે મર્ચેન્ટ અને બેંક સાથે સંકળાયેલો મામલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ