બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / UPI Payment Extra Charge NPCI Circular UPI Transaction PPI Prepaid Payment Instrument Charges UPI Transaction Costly From 1st april

સંકેત / એક એપ્રિલથી UPIથી લેણદેણ કરવી પડશે મોંઘી, આટલાં હજારથી કરજો વધારે પેમેન્ટ તો લાગશે Extra ચાર્જ!

Pravin Joshi

Last Updated: 10:19 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NPCIએ મંગળવારે એક પરિપત્ર બહાર પાડીને વધારાનો ચાર્જ લાદવાનો સંકેત આપ્યો છે. આ પરિપત્રમાં UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાની ભલામણ કરવામાં આવી છે.

  • નવા નાણાકીય વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન થશે મોંઘા
  • NPCIએ વધારાનો ચાર્જ લાદવાનો આપ્યો સંકેત  
  • 0.5-1.1 ટકા લાદવાની ભલામણ કરવામાં આવી

એકબાજુ મોંઘવારીએ માજા મુકી છે તો બીજી બાજુ બેરોજગારીના પગલે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ નવા નવા ચાર્જ લોકોને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખી રહ્યા. ત્યારે ફરી એકવાર તમારા માટે ખરાબ સ સમાચાર સામે આવ્યા છે. જી હાં હવે તમે જે UPI દ્વારા પેમેન્ટ કરી રહ્યા છો તેના પર પણ ચાર્જ લાગશે. એટલે કે તમારા ખિસ્સા પર વધુ એક ભાર લાગશે. બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની રજૂઆત સાથે UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે.

0.5-1.1 ટકા ચાર્જ લાદવાની ભલામણ કરવામાં આવી

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ્સ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI મારફત કરાયેલા મર્ચન્ટ પેમેન્ટ્સ પર PPI ચાર્જ લાદવાની ભલામણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આટલો વધારાનો ચાર્જ બિઝનેસ સ્ટાન્ડર્ડના મંગળવારે જારી કરાયેલા આ પરિપત્ર અનુસાર NPCI ઇન્ટરચેન્જ સેટ કરી શકે છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લાદવાની ભલામણ કરવામાં આવી છે. પરિપત્રમાં UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. 

આ ચાર્જ વેપારીઓને ચૂકવણી કરનારા વપરાશકર્તાઓએ ચૂકવવાનો રહેશે
2,000 રૂપિયાથી વધુના 70% વ્યવહારો NPCIના પરિપત્રમાં સૂચવવામાં આવ્યા છે કે 1 એપ્રિલથી UPI ચુકવણી એટલે કે Google Pay, ફોન પે લાગુ થશે. અને જો તમે Paytm જેવા ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 2,000 થી વધુ ચૂકવો તો તમારે આ માટે વધુ ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર લગભગ 70 ટકા UPI P2M ટ્રાન્ઝેક્શન્સ રૂ. 2,000થી વધુ મૂલ્યના છે. આ કિસ્સામાં 0.5 થી 1.1 ટકાના ઇન્ટરચેન્જ પર વસૂલાત કરી શકાય છે. 

30 સપ્ટેમ્બર પહેલા સમીક્ષા કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે PPI વોલેટ અથવા કાર્ડ ટ્રાન્ઝેક્શન સાથે વ્યવહાર કરે છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડની ચૂકવણી સાથે સંકળાયેલી હોય છે અને વ્યવહારો સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે લાગુ કરવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં જણાવ્યું છે કે 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ કર્યા પછી NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે. 

ખેતી અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલાશે
આમાં વિસ્તાર માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરવામાં આવી છે. ખેતી અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. ઇન્ટરચેન્જ ફી ફક્ત તે વપરાશકર્તાઓને ચૂકવવાની રહેશે જે વેપારી વ્યવહારો એટલે કે વેપારીઓને ચૂકવણી કરે છે. આ પરિપત્ર મુજબ પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM) માં બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે કોઈપણ પ્રકારના વ્યવહાર પર કોઈ ચાર્જ લાગશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ