બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Up Former Cm Kalyan Singh Dies, PM Modi last tribute

ભારે હૈયે વિદાય / PM મોદીની હાજરીમાં JP નડ્ડાએ પૂર્ણ કરી કલ્યાણ સિંહની અંતિમ ઈચ્છા

Parth

Last Updated: 03:47 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્યાણ સિંહે એકવાર પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે તો મારુ શબ ભાજપનાં ઝંડામાં લપેટાઈને જાય.

  • ભાજપને પડી મોટી ખોટમ દિગ્ગજ નેતાએ કહ્યું અલવિદા 
  • PM મોદી સહિતનાં દિગ્ગજોએ અર્પી શ્રદ્ધાંજલિ 
  • લખનૌમાં કલ્યાણ સિંહની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાઇ 

ભાજપને મોટી ખોટ પડી 
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. કલ્યાણ સિંહને છેલ્લા દોઢ મહિનાથી લખનૌમાં SGPGI માં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ સિંહના અંતિમ દર્શન માટે રાજકીય હસ્તીઓ આવવા લાગી છે. તેમાં પીએમ મોદી  પણ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના ધરે પહોંચ્યા છે. પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા પણ કલ્યાણસિંહના અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા. CM યોગી પીએમ મોદીને લેવા માટે લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા. જે બાદ લખનઉ સ્થિત નિવાસે પહોંચી કલ્યાણસિંહને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

અત્યારે કલ્યાણ સિંહનો પાર્થિવ દેહને તેમના વતન અલીગઢ લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાં પણ અંતિમ દર્શન બાદ સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પૂરી થઈ અંતિમ ઈચ્છા 
કલ્યાણ સિંહનાં નિધનનાં સમાચાર સાંભળ્યા બાદ ઘણા બધા ભાજપ કાર્યકર્તા અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા લોકો શોકમગન છે ત્યારે કલ્યાણ સિંહે એકવાર પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે તો મારુ શબ ભાજપનાં ઝંડામાં લપેટાઈને જાય. આજે પીએમ મોદીની હાજરીમાં જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી અને તેમના પાર્થિવ દેહ પર કેસરીયો ધ્વજ ઢાંક્યો.  

કેસરીયો કરાયો અર્પણ 

અખિલેશ યાદવે આપી શ્રદ્ધાંજલિ 
ભાજપની સાથે સાથે વિરોધી પક્ષનાં નેતાઓએ પણ કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં અખિલેશ યાદવ અને માયાવતી જેવા નેતાઓ સામેલ છે. 

પ્રામાણિકતા અને સારા વહીવટનો પર્યાય હતા : પીએમ મોદી
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો. તેમણે યુપી અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કર્યું. તેઓ પ્રામાણિકતા અને સારા વહીવટનો પર્યાય બન્યા. 

PM મોદીની શ્રદ્ધાંજલિ : કહ્યું પ્રભુ શ્રી રામ તેમને ચરણોમાં સ્થાન આપે


સોમવારે કરાશે અંતિમ સંસ્કાર 
પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંઘનાં પાર્થિવ દેહનાં અંતિમ સંસ્કાર તેમના વતન અલીગઢમાં કરવામાં આવશે. સોમવારે અતરૌલીનાં નરોરામાં ગંગાનાં કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ