બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / UP election 2023: Akhilesh Yadav tweet

રાજનીતિ / UPમાં સપાના સૂપડાં સાફ થતાં જોઈ અખિલેશ યાદવને EVM પર આશંકા, જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 09:44 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akhilesh yadav Tweet: ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023ની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ત્યારે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી પંચની કાર્યપ્રણાલીને લઈને ટ્વિટ કર્યું છે.

  • UP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023નાં પરિણામો આજે જાહેર થશે
  • સપાનાં અધ્યક્ષ અખિલેશ યાદવે કર્યું ટ્વિટ
  • ચૂંટણી પંચની કાર્યપ્રણાલીને પડકારતું ટ્વિટ

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023ની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી આયોગની કામગિરીને લઈને ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દરેક રાઉન્ડની મતગણતરી બાદ ચૂંટણી પંચ આંકડાઓ જાહેર કરે જેથી તેમના પર વિશ્વાસ જળવાઈ રહે.

નગર નિગમ મેયરની 16 બેઠકોમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે જ્યારે સપાનાં ખાતામાં 0 સીટ દેખાઈ રહી છે. નગર નિગમ કાઉન્સિલરની 15 સીટોમાં ભાજપનો ઝંડો લહેરાતો દેખાય છે અને સપા 8 સીટો પર વિજય મેળવી શકે છે. અન્યનાં ખાતામાં  13 બેઠકો દેખાઈ રહી છે.

મેયર:
ભાજપ: 16
સપા: 0
બસપા:1
અન્ય: 0

નગરપાલિકા પ્રમુખ:
ભાજપ: 23
સપા: 27
બસપા: 6
અન્ય: 13
 

અખિલેશ યાદવે કર્યું ટ્વિટ
UPનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે,' આશા છે કે ચૂંટણી પંચ દરેક રાઉન્ડ બાદ આંકડાઓ જણાવતું આવશે જેના લીધે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે .'

પરિણામો આજે થશે જાહેર
UPમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023નાં પરિણામો આજે ઘોષિત કરવામાં આવશે. પ્રદેશનાં 760 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 4 મે અને 11 મેનાં રોજ 2 ચરણોમાં વોટિંગ કરવામાં આવી હતી. પહેલા ચરણમાં 52% જ્યારે બીજાં ચરણમાં 53% વોટિંગ થઈ હતી. UP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2024 માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે. BJP, સપા, બસપા, કોંગ્રેસ સહિત તમામ રાજનૈતિક પાર્ટીઓ આ ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ રહી છે.

કુલ 760 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી 17 મહાનગરપાલિકા, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયત શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ