બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / up bus driver daughter become air force flying officer got second all india rank

ભારતનું ગૌરવ / બસ ડ્રાઇવરની દીકરી બનશે ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર, ઑલ ઇન્ડિયા રેન્કિંગમાં બીજા સ્થાને

Arohi

Last Updated: 03:46 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Success Story: શ્રુતિ સિંહના પિતા કે પી સિંહ ઉત્તર પ્રદેશ પરિવહન નિગમમાં એક ડ્રાઈવરના પદ પર તૈનાત છે. તેમની દિકરીએ સંપૂર્ણ લગન અને મહેનતથી એરફોર્સમાં કોમન એડમિશન ટેસ્ટમાં આખા દેશમાં બીજો રેન્ક મેળવ્યો છે.

  • બસ ડ્રાઈવરની દિકરીએ કરી નાખ્યો કમાલ 
  • બની ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર
  • ઑલ ઇન્ડિયા રેન્કિંગમાં બીજા સ્થાને

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં સરકારી બસ ચલાવનાર એક ડ્રાઈવરની દિકરી શ્રુતિ સિંહે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. મેરઠની દિકરી શ્રુતિએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે જેની પસંદગી એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર પદ માટે થઈ છે અને એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં આખા દેશમાં બીજા રેન્ક પર આવી છે. 

આખા દેશમાં AIR 2 રેન્ક 
હકીકતે મેરઠના પલ્લવપુરમની રહેનાર શ્રુતિ સિહં એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં દેશભરમાં બીજો રેન્ક મેળવ્યો છે અને શ્રુતિ સિંહ વાયુ સેવામાં ફ્લાઈંગ એફિસર માટે પસંદ કરવા માટે સિલેક્ટ થવામાં સફળ થઈ છે. 

રોડવેડ બસ ડ્રાઈવર છે પિતા 
શ્રુતિ સિંહના પિતા કેપી સિંહ ઉત્તર પ્રદેશ પરિવહન નિગમમાં એક ડ્રાઈવરના પદ પર તૈનાત છે. જે સરકારી બસ ચલાવે છે પરંતુ એક ડ્રાઈવરની દિકરીએ સંપૂર્ણ લગન અને મહેનતથી એરફોર્સમાં સિલેક્શન મેળવ્યું છે. શ્રુતિ સિંહ આ સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતા અને પોતાના ગુરૂ કર્નલ રાજીવ દેવગણને આપે છે. તેમનું કહેવું છે કે તેમણે તેને સફળ બનાવવા માટે સંપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ