બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Unseasonal rains in many districts of the state

માવઠું / ખેડૂતોની 'હૈયા હોળી' ! સાળંગપુરમાં સાંબેલાધાર, ગુજરાતમાં ચાર ઠેકાણે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

Dinesh

Last Updated: 09:18 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ, અમરેલી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ, રવીપાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ

  • રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ
  • બોટાદના સાળંગપુરમાં સાંબેલાધાર વરસાદ
  • કમોસની વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ડાંગ, અમરેલી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકાસાનની ભીતિ સેવાઈ રહી છે.

બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ
રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બોટાદ શહેરમા પણ માવઠું થયું છે. સાળંગપુરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે તેમજ જિલ્લાના લાઠીદડ, કારીયાણી, સેથળી, સમઢીયાળા સહિત ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. 

અમરેલીમાં કમોસમી વરસાદ
અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ વરસતા શેરીમાં નદીઓ થઇ વહેતી હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. ગોવિંદપુર, સુખપુર, મીઠાપુર દલખાણીયામાં કમોસમી વરસાદ થયો છે. તેમજ ધારી શહેરમાં ધીમી ધારે વરસાદ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે. નાળ, રબારીકા, ઠવી, વીરડી તેમજ ધારી ગીર અને સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ વરસતા રવીપાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

અમરેલીમાં વરસાદ

ભાવનગરમાં પણ માવઠું
ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉમરાળા, વલ્લભીપુર પંથકમા વરસાદી છાંટા થયા છે.  પાલીતાળા,સોનગઢ અને જેસર તેમજ રંઘોળા,ઠોંડા,હડમતિયા અને લાખાવાડમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.

ડાંગમાં પણ કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગમાં પણ કમોસમી વરસાદ થયો છે. આહવામાં વરસાદ થતાં ડાંગ દરબારમાં મુશ્કેલી સર્જાઈ હતી. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ