બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Unseasonal rains in 92 talukas of Gujarat in last 24 hours

વાતાવરણ / કઈ સિઝન ચાલે છે ભ'ઈ.! છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં કમોસમી વરસાદ, ગુજરાતમાં માવઠાના ચોથા રાઉન્ડની હવામાન વિભાગની નવી આગાહી

Malay

Last Updated: 08:31 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર ઠેર અનેક શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં અવાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

 

  • રાજ્યમાં કમોસમી વરસાદનો માર
  • 92 તાલુકામાં કમોસમી વરસાદ
  • 3 મે સુધી કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલ જામ્યો છે. સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 92 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધ્રોલ અને સિહોર તાલુકામાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. આ બે તાલુકામાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

Meteorological Department has once again predicted rain in the state

92 તાલુકામાં કમોસમી વરસાદ
આ ઉપરાંત ગોંડલમાં 1.5 ઈંચ, મોરબીમાં 1.5 ઈંચ, જામનગરમાં 1.5 ઈંચ, ભાવનગરમાં 1.5 ઈંચ, વંથલીમાં સવા ઈંચ, જૂનાગઢમાં સવા ઈંચ, ભૂજમાં 1 ઈંચ, બગસરામાં 1 ઈંચ, જામકંડોરણામાં પોણો ઈંચ, અમરેલીમાં પોણો ઈંચ, કોટડાસાંગાણીમાં પોણો ઈંચ, માંગરોળમાં પોણો ઈંચ, બાબરામાં પોણો ઈંચ, ભેસાણમાં પોણો ઈંચ, મેંદરડામાં પોણો ઈંચ, બાબરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગે 4 દિવસ વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, બોટાદ, વલસાડ, તાપી, દમણ, જામનગર,ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી,  જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

1થી 3 મે સુધીમાં અહીં ખાબકી શકે છે વરસાદ
સાથે 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 3 મેના રોજ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 3 મેના રોજ દાહોદ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ,બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મે મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.

અરબ સાગરમાં આવશે ચક્રવાત
તેમણે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ