બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Unseasonal rain with hail over Gondal city and taluk

પડતા પર પાટુ / ગોંડલ શહેર અને તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ, સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા

Vishal Khamar

Last Updated: 05:32 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ શહેર અને તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું છે. ત્યારે તાલુકાના અનિડા, ભાલોડી ગામમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.

  • ગોંડલ શહેર અને તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ
  • તાલુકાના અનિડા , ભાલોડી ગામમા કમોસમી વરસાદ
  • યાર્ડમાં ખુલામાં પડેલ વેપોરીના ઘઉ, ચણા, ડુંગણી સહિતનો પાક પાણીમાં

ગોંડલ શહેર અને તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું છે. ત્યારે તાલુકાના અનિડા, ભાલોડી ગામમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હોવા છતાં વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા તેઓની જણસી અન્યત્ર જગ્યાએ ન ખસેડતા વરસાદમાં પલળી જવા પામી હતી. ત્યારે યાર્ડમાં ખુલ્લામાં પડેલ ઘઉ, ચણા, ડુંગળી સહિતની જણસીઓ પલળી જવા પામી હતી. ત્યારે સતત કરા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.

7 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી
ચાલુ સાલ કમોસમી વરસાદ જાણે કેડો ન છોડતો હોય તેમ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામા આવી છે. જેને લઈને 7 એપ્રિલ સુધી વરસાદ થવાની હવામાન વિભાગે વકી વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને  ભાવનગર, દ્વારકા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદની આગાહીને લઈને અમુક શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે.

વારંવાર માવઠું થવાનું કારણ શું?
ચાલુ વર્ષે વારંવાર પવનની દિશા બદલાય છે પવનની દિશા બદલાવાથી હિમાલય તરફ જતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાંથી પસાર થાય છે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લહેર છુટી પડીને રાજ્યમાં આવે છે. પરિણામે  છુટી પડેલી આ લહેરના કારણે માવઠાની મોકાણ ઉભી થાય છે. આ લહેર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાંથી થઈ પસાર થઈ રહી હોવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સમસ્યા ઉભી થઇ છે. મહત્વનું છે કે સામાન્ય રીતે અત્યારે પશ્ચિમના પવન ફૂંકાવવા જોઈએ. જેના પશ્ચિમના બદલે રાજ્યમાં વાયવ્યના પવન ફૂંકાઈ રહ્યા છે.  ત્યારે નૈઋત્ય તરફથી આવતા વાદળોના કારણે કમોસમી વરસાદ થાય છે. ઉપરાંત વાયવ્ય તરફથી આવતા વાદળોના કારણે કરા પડે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ