બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Unseasonal rain in 33 talukas of Gujarat in 12 hours today

માવઠું / આજે 12 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધારે ખાંભામાં સવા ઈંચ, જાણો ક્યાં કેટલો

Vishal Khamar

Last Updated: 10:51 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે રાજ્યભરમાં કુલ 33 તાલુકા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાંભામાં સૌથી વધુ સવા એક ઈંચ વરસાદ નોંધાયો છે.

  • રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં વરસાદી માહોલ યથાવત 
  • રાજ્યભરમાં કુલ 33 તાલુકા વિસ્તારમાં વરસાદ નોંધાયા 
  • સવારે 6 વાગ્યાથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ 

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યભરમાં કુલ 33 તાલુકા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે. ખાંભામાં સૌથી વધુ સવા એક ઈચ વરસાદ નોંધાયો છે. મહેસાણામાં એક ઈંચથી વધુ, માણાવદરમાં એક ઈંચ વરસાદ, ઉપલેટામાં એક ઈંચથી વધુ, માણાવદરમાં એક ઈંચ વરસાદ, ઉપલેટામાં એક ઈંચ, ભુજમાં 0.75 ઈંચ વરસાદ નોંધાયો છે. વિસનગરમાં 0.75 ઈંચ, સાયલામાં અડધો ઈંચ, ખેડબ્રહ્મામાં પણ અડધો ઈંચ, અંજારમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાલનપુર, મૂળી, વિજાપુર, ઉંઝા, ભીલોડા તેમજ અમીરગઢ, માંડલ, વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ વિસ્તારમાં કમોસમી કમઠાણની શક્યતા
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેસાણામાં વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની શકયતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદની શકયતા છે. સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચમાં વરસાદ વરસે તેવી શકયતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 4 અને 5 મેના રોજ વધુ વરસાદ થવાની શક્યતા છે.  કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.


સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણા, દાદરા નગર હવેલી સહિતનાં વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ગુજરાતનાં  સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી,  રાજકોટ, અમરેલી તેમજ ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ તેમજ તાપીમાં વરસાદ પડવાની સંભાવના છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ