બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Unseasonal rain forecast in the state

હવામાન / ખેડૂતો માટે મુસીબતનો 'વરસાદ': વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં પડી શકે માવઠું, જાણો નવી આગાહી

Dinesh

Last Updated: 04:16 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ અરવલ્લી અને મહીસાગરમાં 2 દિવસ માટે વરસાદની આગાહી

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી
  • 2 દિવસ વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે વલસાડ, છોટાઉદેપુર અને આજે ખેડા અને પંચમહાલ જિલ્લા સહિત વિવિધ વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે તેમજ સુરત, વલસાડ, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. ઈસ્કોન, પ્રહ્લાદનગર, શિવરંજની અને જોધપુરમાં વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદ
ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠું થયું છે. પંચમહાલના ઘોઘંબાના કાંટુ સહિતના વિસ્તારમાં પણ છાંટા પડ્યાં છે. કમોસમી વરસાદથી રાજગરો, રાઈડો, શાકભાજી જેવા પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રીનું નિવેદન
કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય તે સ્વભાવિક છે. અને આ બાબતે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, જે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં ત્યાં ખેતીવાડીને જે કોઈ અસર થઈ હોય તેની તપાસ કરી તત્કાલિક સરકારને રિપોર્ટ કરે તેમણે કહ્યું કે, જિલ્લા ખેતીવાડી અધિકારી તથા ખેતીવાડી નિયામકને સર્વે કરવા આદેશ આપ્યાં છે અને કમોસમી વરસાદ બાદ નુકસાનીનો સર્વે કરી સરકારને રીપોર્ટ કરવાનો આદેશ અપાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ