બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Union Minister Smriti Irani and Sadhvi Ritubhara Devi will be present at the state level celebration of International Women's Day at Kutch

Women's Day / આંતરાષ્ટ્રીય મહિલા દિવસ: રાજ્ય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ કચ્છમાં, કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાની અને સાધ્વી ઋતુભરા દેવી રહેશે હાજર

Vishnu

Last Updated: 12:18 AM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાની અને સાધ્વી ઋતુભરા દેવી રહેશે હાજર

  • આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે રાજ્ય કક્ષાની ઉજવણી 
  • કચ્છ ખાતે કાર્યક્રમનું આયોજન 
  • કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાની અને સાધ્વી ઋતુભરા દેવી રહેશે હાજર

ચુંટણી પહેલા ભાજપ અલગ અલગ તબક્કાના લોકો સુધી પહોચવા માટે એક બાદ એક કાર્યક્રમો આપી રહી છે. ત્યારે આજે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાની અને સાધ્વી ઋતુભરા દેવીની હાજરીમાં રાજ્ય કક્ષાની ઉજવણી કચ્છ ખાતે યોજાવાની છે. જેને લઈને ભાજપે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. મહિલા દિનના કાર્યક્રમને લઈને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સાધ્વીઓને પણ હાજર રેહશે.જેના ભાગ રૂપે અમદાવાદમાંથી સાધ્વીઓ અને ગાયત્રી પરિવાર સાથે જોડાયેલી ૭૦૦ જેટલી મહિલાઓને ગઈકાલે સવારે ભાજપના ખાનપુર કાર્યાલયથી મોકલવામાં આવી છે. જે પ્રસંગે શહેર પ્રમુખ અમિત શાહ અને મહિલા પ્રમુખ સ્મિતા જોશી હાજર રહ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિન કેમ ઉજવાય છે?
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. 

મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી
ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ