બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Ministry presented the report in Parliament

ચોંકાવનારો રિપોર્ટ / ગુજરાતમાં 365 છોકરીઓનો કોઇ અતોપતો જ નહીં, જાણો રોજની કેટલી દીકરીઓ થાય છે ગાયબ, આંકડો ચોંકાવનારો

Malay

Last Updated: 08:11 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છોકરીઓ ગુમ થઈ રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ગુજરાતમાંથી ગુમ થયેલી 365 છોકરીઓ કોઈ અતોપતો જ નથી.

  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કર્યો રિપોર્ટ
  • ગુજરાતમાંથી ગુમ થયેલી 365 છોકરીઓ કોઈ અતોપતો જ નથી
  • શું ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ છે સુરક્ષિત?

ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત નથી તેવું કેન્દ્રીય મંત્રાલયના સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. જે મુજબ ગુજરાતમાં દર વર્ષે સરેરાશ દોઢ હજાર છોકરીઓ લાપતા થાય છે. 

NPR ને લઇને ગૃહ મંત્રાલયની મહત્વપૂર્ણ બેઠક, એક રાજ્યનો સામેલ થવા પર ઇન્કાર  | Union Home Ministry To Meet States To Discuss NPR
ફાઈલ ફોટો

365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો જ નથી
અહીં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં સ્વીકાર્યું છે કે ગુજરાતમાં ગુમ થયેલી 18 વર્ષથી ઓછી વયની 365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો જ નથી. ત્યારે ગુજરાતમાં દિકરીઓ ગુમ થઈ રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.  

સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રજૂ કર્યો રિપોર્ટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2017માં 1528 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી 1177 પરત મળી આવી હતી. જ્યારે 2018માં 1680 ગુમ થયેલ છોકરીઓમાંથી 1321 પરત મળી આવી હતી. 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓ ગુમ થઈ હતી. જેમાંથી 2019માં 973, 2020માં 920 અને 2021માં 1109 છોકરીઓ પરત મળી આવી હતી. જ્યારે 365 છોકરીઓની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. 

પ્રધાનમંત્રીએ નહીં રાષ્ટ્રપતિએ કરવું જોઈએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન', રાહુલ  ગાંધીએ આપ્યું આવું કારણ | prime minister narendra modi new parliament  inauguration rahul gandhi
ફાઈલ ફોટો

ગુજરાતમાં દરરોજ ગુમ થાય છે 4 છોકરીઓ
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં દરરોજ 18 વર્ષથી ઓછી વયની 4 છોકરીઓ કોઈને કોઈ કારણોસર ગુમ થાય છે, આ વાત નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પરથી સાબિત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ