બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah inaugurated the Bhojnalay of Salangpur

કિંગ ઓફ સાળંગપુર / ગુજરાતના સૌથી મોટા હાઇટેક ભોજનાલયનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન, ખાસિયતો જાણી ચોંકી ઉઠશો

Malay

Last Updated: 11:45 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કષ્ટભંજન દાદાના ચરણોમાં શીશ ઝૂંકાવી આશીર્વાદ લીધા બાદ 55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” નું ઉદ્ધાટન કર્યું.

 

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં
  • કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન
  • ભવ્ય ભોજનાલયનું કર્યું ઉદ્ઘાટન

આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ છે. બોટાદના સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે.

 

સાળંગપુર પહોંચીને અમિત શાહે પરિવાર સાથે હનુમાન દાદાની ભવ્ય મહાકાય પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર'ના દર્શન કર્યા હતા. જે બાદ કષ્ટભંજન દેવના ચરણોમાં શીશ ઝૂંકાવી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સાળંગપુર મંદિર ખાતે 55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધાટન કર્યું.


 
ભોજનાલયની ખાસિયત
સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં 4 હજાર ભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 7 વીઘામાં  ભોજનાલય પથરાયેલુ છે.  તેમજ 3 લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”. 

ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી બનશે રસોઈ
ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે.  ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે.  30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે.  25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરાયું
અત્રે ઉલ્લેખનીય છે કે,  સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટની વિરાટકાય 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી ઓળખાતી હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે. ગઈકાલે આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે. હનુમાન દાદાની 4 કરોડ રૂપિયાના ખર્ચે મૂર્તિ તૈયાર થઇ છે.  હનુમાન દાદાની આ મૂર્તિના સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાશે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.  ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.  

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ