બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Union Home Minister Amit Shah attacked the Congress regarding the seizure of crores of cash from the house of a Congress MP

નિવેદન / 'કોંગ્રેસ મૌન, ભ્રષ્ટાચારી સ્વભાવ કારણ, I.N.D.I.A. ગઠબંધન કેમ ચુપ': MP ધીરજ સાહુ 300 કરોડ કેસમાં ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર

Dinesh

Last Updated: 10:40 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Raid On Dheeraj Sahu: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જણાવ્યું કે, આઝાદી પછી આટલી મોટી રકમ કોંગ્રેસ સાંસદના ઘરેથી મળી તે આશ્ચર્યજનક છે. આ મામલે I.N.D.I.A. ગઠબંધન કેમ ચુપ છે

  • કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ જપ્ત મામલો
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
  • "કોંગ્રેસ મૌન હોવાનું કારણ તેમનો ભ્રષ્ટાચારી સ્વભાવ"
  • આ મામલે JDU, RJD, DMK અને SP પણ મૌન : અમિત શાહ

આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં રોકડ 300 કરોડ રકમ મળી આવ્યાની માહિતી છે. 6 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની રોકડની ગણતરી કરવામાં આવી છે. મોટાભાગની રોકડ ઓડિશામાં આવેલ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડના ઠેકાણાઓ પરથી જપ્ત કરવામાં આવી છે. જે કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે

'કોંગ્રેસ મૌન હોવાનું કારણ તેમનો ભ્રષ્ટાચારી સ્વભાવ છે'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જણાવ્યું કે, આઝાદી પછી આટલી મોટી રકમ કોંગ્રેસ સાંસદના ઘરેથી મળી તે આશ્ચર્યજનક છે. આ મામલે I.N.D.I.A. ગઠબંધન કેમ ચુપ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મૌન હોવાનું કારણ તેમનો ભ્રષ્ટાચારી સ્વભાવ છે. આ મામલે JDU, RJD, DMK અને SP પણ મૌન છે. પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ અભિયાન ચલાવવાનું કારણ તેમના ભ્રષ્ટાચારની પોલ ખુલવાનો છે. તેમણે કહ્યું કે,  હું તો માનું છું આ મામલે રાહુલ ગાંધી સહિતને જવાબ આપવો જોઈએ. અમારી લડાઈ 2014થી જ ભ્રષ્ટ્રાચાર વિરોધી છે.

200 બેગમાં રોકડ ભરી હતી
રોકડ પેક કરવા માટે લોખંડની તિજોરીઓ ઉપરાંત 200 બેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝડપથી ગણતરી કરવા માટે 40 મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ રોકડ રાજ્યની સરકારી બેન્ક સુધી પહોંચાડવા માટે અનેક ગાડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છો. મીડિયા રિપોર્ટ અનુસાર 100થી વધુ કર્મચારીઓને બોલાંગિર જિલ્લામાં અલગ અલગ સ્થળો પર તહેનાત કરવામાં આવ્યા છે. 

બંટી સાહૂના ઘરેથી 19 બેગ જપ્ત
ધીરજ સાહૂના ઘરેથી અન્ય 3 બેગ જપ્ત કરવામાં આવી છે. ઓડિશામાં દરોડા પાડવામાં આવતા દારૂના કારખાના મેઈન્ટેનન્સ પ્રાભરી  બંટી સાહૂના ઘરેથી 19 બેગ જપ્ત કરવામાં આવી છે, જેમાં 20 કરોડથી વધુની રકમ હોઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ