બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Unexpected robbery in the name of parking in Ahmedabad's Kankaria: 90 90 rupees in advance not paid back

VTV ઈન્વેસ્ટીગેશન / અમદાવાદના કાંકરિયામાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ: 90-90 રૂપિયા એડવાન્સમાં ઉઘરાવી નથી અપાતાં પાછા

Vishal Khamar

Last Updated: 10:13 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટ્રો સિટી અમદાવાદમાં પાર્કિંગ માથાનો દુખાવો બની ગયું છે. ક્યાંક સુવિધા મળી જાય તો ત્યાં ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. નિયત ચાર્જ કરતા વધુ ચાર્જ ઉઘરાવાતો હોવાનો આક્ષેપ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં પાર્કિંગ નામે ઉઘાડી લૂંટનો વધુ એક મામલો
  • કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો વીડિયો આવ્યો સામે
  • નિયત ચાર્જ કરતા વધુ ચાર્જ ઉઘરાવાતો હોવાનો આક્ષેપ 

અમદાવાદમાં પાર્કિંગ એ સૌથી મોટી સમસ્યાઓમાંથીની એક છે અને પાર્કિંગને લઇ મનપા પણ વ્યવસ્થાઓ ગોઠવતી હોય છે. અમદાવાદના જાહેર પર્યટનસ્થળો અને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર પાર્કિગ પ્લોટોની વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા આવા પાર્કિંગ પ્લોટોના સંચાલન કોન્ટ્રાક્ટરોને સોંપી દેતી હોય છે પરંતુ આવી ખાનગી કોન્ટ્રાક્ટરો મનમાની રીતે અને નિયમોને નેવે મુકીને ફી ઉઘરાવતા હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર સામે આવી છે જેમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચાલી રહીં છે.

પાર્કિગના નામે લોકોના ખિસ્સા ખાલી કરવાનો ખેલ VTVએ પકડી પાડ્યો
અમદાવાદના કાંકરિયા લેક ખાતે રોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત માટે આવે છે અને વાહન લઇને આવતા લોકો પાર્કિગ પ્લોટમાં પોતાનું વાહન પાર્ક કરતા હોય છે પરંતુ આ પાર્કિગ પ્લોટમાં પાર્કિગના નામે લોકોના ખિસ્સા ખાલી કરવાનો ખેલ VTVએ પકડી પાડ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે 8 કલાક માટે ટુ વ્હીલરના 45 રૂપિયા અને ફોર વ્હીલરના 90 રૂપિયા મુલાકાતીઓ પાસેથી લેવામાં આવે છે જેમાં નિયમ મુજબ મુલાકાતી પોતાના વાહન લઇને કલાકમાં નીકળી જાય તો તેમની પાસેથી રૂ.30નો ચાર્જ લઇ બાકીની વધતી રકમ પરત કરવાની હોય છે ત્યારે ટિકિટ બારી પર બેસનાર વ્યક્તિ આ રકમ પરત આપતો ન હોવાનો વીડિયો વાયરલ થયો છે જે અનેક સવાલ ઉભા કરી રહ્યો છે.

બહારથી આવતા મુલાકાતીઓને નિયમનો ખ્યાલ ન હોઈ પૈસા ચૂકવીને જતા રહેતા હોય છે
ઉલ્લેખનીય છે કે કાંકરિયાની મુલાકાતે અમદાવાદ સિવાય અન્ય શહેરો અને જિલ્લાઓમાંથી પણ લોકો પહોંચતા હોય છે. ત્યારે ટિકિટબારી પર આવી કોઇ વાત લખેલી નથી કે એડવાન્સમાં આપેલી ફી માંથી સમય પસાર કરેલા કલાકો મુજબ પરત આપવાની હોય છે જેથી બહારથી આવતા મુલાકાતીઓને આ નિયમનો ખ્યાલ ન હોવાથી તેઓ પૂરા 90 રૂપિયા ચૂકવીને જતા હોય છે જ્યારે ટિકટ બારી પર બેસનાર વ્યક્તિ નિયમની જાણકારી મુલાકાતીઓને આપતો નથી જેને પગલે લોકોના માનસપટલ પર તંત્ર લૂંટ ચલાવતુ હોવાની છાપ આ તોડબાજ કોન્ટ્રાક્ટરોના કારણે પડે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ