બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unemployment figures in Gujarat are worrisome

ચિંતા / ગુજરાતમાં બેરોજગારીના ચોંકાવનારા આંકડા : ખુદ સરકારે કહ્યું 2 વર્ષમાં 3,64,252 બેરોજગારો, 16 જિલ્લામાં એક પણ નોકરી નહીં

Khyati

Last Updated: 01:51 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રોજગારી આપવાના દાવા સાબિત થયા પોકળ, છેલ્લા બે વર્ષમાં સરાકરે માત્ર 1276 બેરોજગારોને જ આપી નોકરી

  • ગુજરાતમાં બેરોજગારોના ચોંકાવનારા આંકડા
  • કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નોમાં સરકારનો જવાબ
  • છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો

એક તરફ રાજ્યમાં બેરોજગારી ઘટાડવા પર ભાર મૂકવા આવી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે.  બજેટમાં પણ રોજગારી પુરી પાડવા માટે વિવિધ યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તિવકતા તો કંઇક જુદી જ સામે આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બેરોજગારોનો ચોંકાવનારો આંકડો સામે આવતા રોજગારીના દાવા કરતી સરકારની પોલ ખૂલી છે.

રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો

ગાંધીનગર વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો,. જેનો સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે.

લાખોને નોકરી આપવાના દાવા પોકળ

રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. સરકારે પોતાના જવાબમાં વધુ જણાવ્યુ કે બે વર્ષમાં સરકારે માત્ર 1276 બેરોજગારોને જ નોકરી આપી છે. વળી નવાઇની વાત તો એ પણ સામે આવી છે 16 જિલ્લાઓમાં સરકાર દ્વારા એક પણ નોકરી આપવામાં આવી નથી.  સરકારના આ ચોંકાવનારા ખુલાસાએ  10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ ખોટા સાબિત કર્યા છે.

રોજગારીની વિગતોમાં વિસંગતતા- MLA પૂંજાભાઇ વંશ

સરકારે રજૂ કરેલી રોજગારીની માહિતી મામલે MLA પુંજાભાઈ વંશે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. અમદાવાદમાં રોજગારીની વિગતો વધારે દર્શાવી હોવાથી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે  અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ શિક્ષિત બેરોજગાર સંખ્યા અને રોજગારી આપ્યાની માહિતીમાં વિસંગતતા છે. અમદાવાદમાં કુલ 26,628 બેરોગાર નોંધાયા તેની સામે સરકારે 69,669 રોજગાર આપ્યા તેવી માહિતી રજૂ કરી છે. સરકારે બેરોજગારોની નોંધણી કરતા વધારે રોજગારી આપી તેવી માહિતી રજૂ કરી હોવાનું જણાવ્યુ હતું
 

ભાજપ સરકારની વધી ચિંતા

તો આ તરફ વિધાનસભા ચૂંટણી પહેલા બેરોજગારો મામલે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળ્યું.  હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ 28 માર્ચે બેરોજગારો મામલે ચલો ગાંધીનગર આંદોલનનું એલાન કર્યું છે.  હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ સરકાર સમક્ષ 3 માગો મુકી છે. પહેલી માગ 15 લાખ યુવાનોને તાત્કાલિક નોકરી આપવામાં આવે. બીજું કે પેપર લીક મામલે તાત્કાલિક કાયદો બનાવવામાં આવે. ત્રીજી માંગ  પેપરલીકના આરોપી સામે પગલાં લેવામાં આવે.

 

માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી

  • વર્ગ-1 20 જગ્યા ખાલી
  • વર્ગ-2ની 503 જગ્યાઓ ખાલી
  • વર્ગ-3ની 2 હજાર 882 જગ્યાઓ ખાલી
  • વર્ગ-4ની 571 જગ્યાઓ ખાલી
  • જિલ્લા કચેરીઓમાં  3 હજાર 976 જગ્યાઓ ખાલી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ