બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Uncle rapes 6-year-old niece in Ahmedabad

ચોંકાવનારી ઘટના / મમ્મી, કાકાએ મારી સાથે ગંદુ કામ કર્યું... મને દુખાય છે: અમદાવાદનો ચોંકાવનારો કેસ, દીકરીઓ હવે ઘરમાં જ સુરક્ષિત નથી

Malay

Last Updated: 03:04 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સગા કાકાએ 6 વર્ષની માસૂમ ભત્રીજી પર દુષ્કર્મ આચરતા હડકંપ મચી ગયો છે. બાળકીની માતાએ કાકા સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

  • સગા કાકાએ 6 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું
  • દીકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો  

કાકા ભત્રીજીના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. સગા કાકાએ ફૂલ જેવી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. નરાધમ કાકાની કરતૂતોથી 6 વર્ષની ભત્રીજી ડરી ગઈ હતી. જોકે, બાળકીએ સમગ્ર વાત માતાને કહેતા હક્કીત સામે આવી છે. કોણ છે કળિયુગના આ કાકા જેણે પોતાની ભત્રીજીને હવસનો શિકાર બનાવી. જોઈએ આ અહેવાલમાં

6 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ
અમદાવાદમાં 20 વર્ષીય કાકાએ પોતાની સગી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. સગા કાકાએ કરેલી કરતૂતો સામે આવતા જ 6 વર્ષની દીકરીની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વાત કરીએ તો ઘરમાં 6 વર્ષની બાળકી એકલી હતી અને માતા-પિતા બહાર ગયા હતા, ત્યારે ઘરમાં કાકા રાહુલ હતા. જ્યારે બાળકીને એકલતાનો લાભ લઇ સગા નરાધમ કાકાએ બાળકીને અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. 

માતાએ નોંધાવી ફરિયાદ
બાદમાં ગત મોડી રાત્રે છ વર્ષની બાળકી અચાનક જ રડતા તેની માતા પાસે પહોંચી અને શરીરમાં દુખાવો થતો હોવાની રજૂઆત કરી હતી. જે અંગે માતા એ પૂછપરછ કરતા બાળકીએ કહ્યું હતું કે કાકાએ તેની સાથે કોઈ ગંદુ કામ કર્યું હતું. જે અંગે પોલીસને જાણ થતા સોલા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોધી બળાત્કારી કાકાની ધરપકડ કરી છે.

પોલીસે નરાધમની કરી ધરપકડ
સોલા પોલીસ મથકે બળાત્કારની રજૂઆત લઇ પહોંચેલા માતા પિતાની હકીકત જાણ્યા બાદ પોલીસે બળાત્કારના આરોપીને ઘર નજીકથી જ ઝડપી પાડ્યો હતો. જેમાં પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોયા બાદ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે બળાત્કારના ગુનામા કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો છે પણ અમદાવાદમાં તેના ભાઈ સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનારના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અજાણ્યા યુવકોની નજરોથી બચી જતી સગીરા અને મહિલાઓ પરિચિતની હવશથી કેવી રીતે બચશે તે એક મોટો પ્રશ્ન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ