બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / ukrainian soldier video i love you mom and dad

VIDEO / મમ્મી-પપ્પા I LOVE YOU... મા ભોમની રક્ષામાં તૈનાત યુક્રેનના જવાનનો VIDEO જોઈને થઈ જશો ઈમોશનલ

Pravin

Last Updated: 01:14 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં રશિયાની સેનાનો હુમલો ચાલું છે. ચારેબાજૂ તબાહી જ તબાહી છે. યુદ્ધની વચ્ચે એક એવી તસ્વીર સામે આમે આવી છે. જે કોઈનું પણ દિલ જીતી લે. જંગ પર જતાં પહેલા સૈનિકે ભીની આંખ સાથે પોતાના પરિજનોને અલવિદા કહી રહ્યા છે.

  • યુક્રેન પર રશિયાનો હુમલો ચાલું છે
  • યુક્રેનના સૈનિકોએ ભાવૂક ક્ષણ ઊભી કરી
  • પરિજનો સાથે જે રીતે છૂટા પડી રહ્યા છે, તેનાથી દિલ ભરાઈ આવશે

યુક્રેનમાં રશિયાની સેનાનો હુમલો ચાલું છે. ચારેબાજૂ તબાહી જ તબાહી છે. યુદ્ધની વચ્ચે એક એવી તસ્વીર સામે આમે આવી છે. જે કોઈનું પણ દિલ જીતી લે. જંગ પર જતાં પહેલા સૈનિકે ભીની આંખ સાથે પોતાના પરિજનોને અલવિદા કહી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં એક યુક્રેની સિપાહી પોતાની મા-બાપના નામે મેસેજ મોકલી રહ્યો છે. વીડિયોમાં સૈનિક કહે છે કે, અહીં ખૂબ મોટો ગોળીબાર થઈ રહ્યો છે. મમ્મી-પાપા હું આપને બહું જ પ્રેમ કરું છું.

 

દિકરીને અલવિદા કહેતા જ રડી પડ્યો સૈનિક

એક બીજા વીડિયોમાં એક યુક્રેનની ફૌઝી નજરે પડે છે. તે જંગ પર જતાં પહેલા પોતાની પત્ની અને દિકરીને અલવિદા કહી રહ્યો છે. બસના દરવાજા પર તેની લગભગ 6 વર્ષિય દિકરી અને પત્ની ઊભા છે. તે દિકરીના માથા પર અને ગાલ પર ચૂંબન કરી રહ્યો છે. ઠંડીથી બચવા માટે તેણે માથા પર ટોપી લગાવેલી છે અને ફરી ભાવૂક થઈ જાય છે. ફૌઝી આખરે છે તો માણસ જ ને ! તેને પણ દિલ અને અરમાનો હોય છે. બીજી જ ક્ષણે દિકરી પિતા સાથે ભેટી પડે છે. પત્ની પણ ફૌઝીના ખભે માથુ રાખી દે છે. માં દિકરી બસમાં બેસીને રવાના થઈ જાય છે. પિતા હાલ ઉંચો કરી કહે છે, તમારુ ધ્યાન રાખજો, જલ્દી મળીશું. આ વાતચીત સ્થાનિક ભાષામાં થાય છે.

ચારેતરફ દુ:ખ અને આંસૂ

શુક્રવારે યુક્રેની સેનાએ કીવમાં એક રશિયાનું એરક્રાફ્ટનો ભુક્કો બોલાવી દીધો હતો. આ એરક્રાફ્ટ એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેનાથી ઈમારતને આગ લાગી ગઈ હતી. ઈમારતમાં રહેતા લોકોએ કહ્યું કે, જો આપ સૈનિકોને ટાર્ગેટ કરવા માગો છો, ફક્ત સૈનિકોને જ ટાર્ગેટ બનાવો. હું ફક્ત એટલું જ કહેવા માગું છું.

મારિઉપોલ શહેરમાં રહેતી એક છોકરીએ વ્લાડાએ કહ્યું કે, હું મરવા નથી માગતી. હું ફક્ત એટલુ ઈચ્છુ છું કે, આ બધું ફટાફટ પતી જાય. હોર્લિવ્કા શહેરમાં બોમ્બબ્લાસ્ટનો શિકાર થયેલ એક ઘર બહાર ચાદરથી ઢાંકેલી બોડી રાખી છે. આ બોડીની પાસે ઊભો એક શખ્સ જણાવે છે કે, હાં, મા જતી રહી છે, બસ આટલું જ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ