બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / uddhav thackerays party shiv sena ubt can support uniform civil code in parliament

સ્પષ્ટતા / યુનિફોર્મ સિવિલ કોડ પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પાડ્યો ફોડ, જાણો સંસદમાં સમર્થન કે વિરોધ?

Kishor

Last Updated: 04:31 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના ઔપચારિક રીતે સમર્થન આપી શકે છે.

  • યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનનો મામલો
  • શિવસેના પાર્ટી પણ યુસીસીને સમર્થન આપી શકે છે
  •  બીલને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ટેકો જાહેર કરી શકે છે

યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટી પણ હવે યુસીસીને સમર્થન આપી શકે છે. તેવા એંધાણ વર્તાઇ પણ રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે ઉદ્ધવ ઠાકરે પક્ષના કોઈપણ નેતાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સૂત્રોનું માનીએ તો સંસદમાં આ બિલ લાવવામાં આવશે તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેને ટેકો જાહેર કરી શકે છે.

અમે નામર્દોની ઔલાદ નથી, 'મુંબઈ તમારા બાપની છે'? ઉદ્ધવ ઠાકરે-સંજય રાઉત  બરાબરના ગરજ્યાં | Shiv Sena leader Uddhav Thackeray accused the central  government in a public meeting in Mumbai

ડ્રાફ્ટ આવ્યા બાદ શિવસેના પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કશ્મીરમાં 370 હટાવવાની અને દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે બાલાસાહેબ ઠાકરેના ત્રણ મહત્વપૂર્ણ સપના હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરે ગત 20 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ આ બિલના સમર્થન અંગે વાત કરી હતી. સાથે જ અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. બીજી બાજુ શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ ન આવ્યો હોવાથી વિરોધ યોગ્ય બાબત નથી. જેથી ડ્રાફ્ટ આવ્યા બાદ શિવસેના પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે.એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારે સંસદના ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે.

ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આપ્યું છે સમર્થન

તાજેતરમાં જ ઉતરાખંડ રાજ્યમાં ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવે તે મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું. સીએમ ધામીએ સોશિયલ મીડિયા મારફતે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે દેવભૂમિ ઉત્તરાખંડમાં થોડા જ દિવસ સમયમાં યુસીસી કાયદો લાગુ કરી દેવામાં આવશે.મહત્વનું છે કે આ મામલે સરકાર દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવાના આવ્યો છે અને મહત્વનું છે કે ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ મામલે માર્ચ 2022માં સમિતિની રચના કરી દીધી હતી. જે સમિતિ દ્વારા અત્યાર સુધીમાં લોકોના પ્રતિભાવો મંગાવ્યા બાદ હવે આ દિશામાં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ સમિતિને અત્યાર સુધીમાં 2. 31 લાખ જેટલા સૂચનો મોકલવામાં આવ્યા હતા. બાદમા બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જે મુજબ છોકરીઓની લગ્નની ઉંમર વધારવામાં આવશે જેથી તેઓ લગ્ન પહેલા સ્નાતક થઈ શકે. આ ઉપરાંત, આ ડ્રાફ્ટમાં પતિ અને પત્ની બંનેને છૂટાછેડાના સમાન આધાર હશે, છૂટાછેડાનું કારણ જે પતિ માટે લાગુ છે, તે પત્નીને પણ લાગુ પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ