બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Uddhav Thackeray preparing for a big blow, will Raj Thackeray join the 'Shinde Sena'?

લોકસભા ચૂંટણી 2024 / ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગવાની તૈયારી, શું રાજ ઠાકરે 'શિંદે સેના'માં થશે સામેલ?

Priyakant

Last Updated: 12:03 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: દિલ્હીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વાતચીત, બેઠકથી અનેક પ્રકારના સંકેતો સામે આવ્યા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રમાં પક્ષોમાં રાજકીય પરિવર્તન અને ગઠબંધનના નવા રાઉન્ડથી ઉદ્ધવ ઠાકરે માટે સંકટ વધી શકે છે. તાજેતરમાં દિલ્હીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. આના પરથી અનેક પ્રકારના સંકેતો સામે આવ્યા છે. રાજ ઠાકરેએ દિલ્હીમાં પહેલા BJP નેતા વિનોદ તાવડે અને ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષના અંતમાં યોજાવાની છે.

File Photo

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગયા ગુરુવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી. બેઠકનો ઉલ્લેખિત હેતુ સીટ-વહેંચણી અને પ્રચાર યોજનાઓ સંબંધિત વિગતોની ચર્ચા કરવાનો હતો. કારણ કે MNS મહાગઠબંધનમાં નવા જોડાણ ભાગીદાર બનવા જઈ રહ્યું છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં ભળી જાય તેવી શક્યતા છે. જો આમ થશે તો ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી શકે છે.

File Photo

અમિત શાહ સાથેની બેઠકમાં પણ..... 
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, સીટ વહેંચણી અને ગઠબંધન અંગેનો અંતિમ નિર્ણય એક-બે દિવસમાં જાણી શકાશે. રાજ ઠાકરેની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં MNS અને BJPના ગઠબંધનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. MNS નેતા અને લોકસભા ચૂંટણીના સંભવિત ઉમેદવાર બાલા નંદગાંવકરે દિલ્હીમાં યોજાયેલી બેઠકને 'સકારાત્મક' ગણાવી હતી. રાજ ઠાકરે અને શિંદે અને ફડણવીસ વચ્ચેની બેઠકમાં આગામી ચૂંટણીઓમાં MNSની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વધુ વાંચો: અત્યાર સુધીમાં ભાજપે 405 ઉમેદવારો ઉતાર્યા લોકસભાના રણમાં, કેટલાના પત્તા કપાયાં, કેટલા રિપીટ કરાયા, જાણો

MNSએ મુંબઈ દક્ષિણ અને શિરડી એમ બે મુખ્ય લોકસભા સીટની માંગણી કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ બંને મતવિસ્તારો પર શિંદેના નેતૃત્વવાળી શિવસેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપે MNSને કહ્યું હતું કે, તે સુનિશ્ચિત કરશે કે તેની પાર્ટીને ઓછામાં ઓછી એક મહત્વની લોકસભા બેઠક મળે. પરંતુ બે બેઠકો ફાળવવી મુશ્કેલ બનશે. શિંદે અને ફડણવીસ તેમના તરફથી MNSને બીજી લોકસભા બેઠકનો આગ્રહ ન રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેના બદલે તેઓ વિધાનસભા ચૂંટણીમાં MNSની ચિંતાઓને સમાવી લેશે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ