બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / UAE president tied friendship band in the hand of PM Modi, VIDEO

વેલકમ PM મોદી... / VIDEO: UAE ના રાષ્ટ્રપતિએ PM મોદીને બાંધ્યું ફ્રેન્ડશીપ બેન્ડ, PMએ કહ્યું દરેક ભારતીય તમને સાચો મિત્ર માને છે

Vaidehi

Last Updated: 05:43 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAEનાં રાષ્ટ્રપતિએ PM મોદીને ફ્રેંડશિપ બેલ્ટ બાંધ્યો. PMએ કહ્યું કે,' બંને દેશો વચ્ચેનાં સંબંધો પહેલા કરતાં ઘણાં સારા થઈ ગયાં છે..'

  • ફ્રાંસ બાદ UAE પહોંચ્યાં PM મોદી
  • UAEનાં રાષ્ટ્રપતિએ PM મોદીને ફ્રેંડશિપ બેલ્ટ બાંધ્યો
  • ભવ્ય સ્વાગત બાદ દ્વિપક્ષીય બેઠક યોજાઈ

ફ્રાંસનાં 2 દિવસનાં પ્રવાસ બાદ PM મોદી એક દિવસ માટે  UAE પહોંચ્યાં છે. અહીં તેમનું સેરેમોનિયલ સ્વાગત કરવામાં આવ્યું. UAEનાં રાષ્ટ્રપતિ ભવન 'કસર અલ વતન'માં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ PM મોદીનાં કાંડા પર ફ્રેંડશિપ બેન્ડ બાંધ્યું. એરપોર્ટ પર સ્વાગત દરમિયાન UAEનાં રાષ્ટ્રપતિ PM મોદીને ભેટી પડ્યાં 

ભવ્ય સ્વાગત બાદ દ્વિપક્ષીય બેઠક યોજાઈ
PM મોદીના સ્વાગત માટે દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા ઝગમગી ઉઠી હતી. જેના પર તિરંગો તેમજ પ્રધાનમંત્રી મોદીની તસવીર અને વેલકમ નોટ જોવા મળી હતી. PM મોદી શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી જે બાદ PM મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેનાં સંબંધો પહેલા કરતાં ઘણાં સારા થઈ ગયાં છે. હવે દરેક ભારતીય UAEને સાચા મિત્રની જેમ જોવે છે. 

પરસ્પર સંબંધો મજબૂતના વિષય પર ચર્ચા
તેમણે કહ્યું હતું કે, બંને દેશો વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને મજબૂત લોકોની વચ્ચે પરસ્પર સંબંધો મજબૂત જેવી બાબતે ચર્ચા કરી છે.  સંયુક્ત આરબ અમીરાતની તેમની મુલાકાત દરમિયાન મોદી ત્યાંના ટોચના નેતૃત્વ સાથે ખાસ કરીને ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી છે.

PM મોદીનાં UAE પ્રવાસ બાદ દેશને આ ફાયદાઓ

  • PM મોદીનાં આ પ્રવાસ બાદ ભારત અને UAEની વચ્ચે એકબીજાની કરેંસીમાં વેપાર કરી શકવાની ડિલ થઈ છે.
  • આબુ ધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ ખુલશે.
  • PM મોદીએ કહ્યું કે આપણાં બાઈલેટ્રલ ટ્રેડ 20% સુધી વધ્યો છે. બંને દેશોની વચ્ચેનાં ટ્રેડ 85 અરબ ડોલર એટલે કે 6 લાખ કરોડ પહોંચ્યો છે. ટૂંક જ સમયમાં 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ