બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two youths from Banaskantha developed a tea cup washing machine

કરામત / ગુજ્જુઓની કમાલ: બનાસકાંઠાના બે ભાઈઓએ ચાના કપને હાઇજેનિક રીતે સ્વચ્છ કરવાનું બનાવ્યું મશીન, શાર્ક ટેન્કનો પણ સપોર્ટ

Dinesh

Last Updated: 10:36 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના બે યુવકોએ અભ્યાસ સાથે સાથે આકરી મહેનત કરીને ચાના કપ ધોવાનું એક મશીન વિકસાવ્યું છે, કોરોના કાળ દરમિયાન નવરાશનો ઉપયોગ કરી આ મશીન બનાવવાના સંશોધનમાં વિતાવ્યો.

  • બનાસકાંઠાના બે યુવકોએ ચાના કપ ધોવાનું મશીન વિકસાવ્યું 
  • ચાના ગ્લાસ સંપૂર્ણ હાઇજેનિક રીતે ધોવાઈ જાય તેવું મશીન બનાવ્યું
  • તેમને દેશભરમાંથી મશીન માટે ઓર્ડર આવવા લાગ્યા છે.

''કદમ સ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફર ને હિમાલય પણ  નડતો નથી. આત્મવિશ્વાસ અને કઠોર પરિશ્રમના મહત્વને સમજાવતી આ ઉક્તિ બનાસકાંઠાના બે વિદ્યાર્થીઓ ભાઈઓએ સિદ્ધ કરી બતાવી છે. તેમણે ચા પીવાના શોખીન લોકો માટે એવું મશીન બનાવ્યુ છે જે તેમના કપને હાઇજેનિક રીતે સ્વચ્છ કરી શકે છે. 

ચાના કપ ધોવાનું એક મશીન વિકસાવ્યું 
મશીન સાથે કરામત કરી રહેલા આ બન્ને યુવકોને જોઈને તમને સવાલ થશે કે આ યુવકો શું કરી રહ્યા છે. તો અમે તેનો સાવ સાદો જવાબ આપતા કહીશું એ યુવકો તમારા માટે હાઇજેનિક `ટી' બનાવી રહ્યા છે. જવાબ સાંભળી તમને નવાઈ લાગશે, પરંતુ આ યુવકો કવાયત આખરે તો તમને આરોગ્યપ્રદ ચા પીવા મળે તે માટે જ કરી રહ્યા છે. આ બન્ને યુવાનો જેમાં એકનું નામ છે ધવલ અને બીજા યુવાનનું નામ છે જયેશ. તેઓ બન્ને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ભાટિબના વતની  છે અને પાલનપુર પોલિટેકનિક ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અભ્યાસ સાથે સાથે આકરી મહેનત કરીને ચાના કપ ધોવાનું એક મશીન વિકસાવ્યું છે. તેમને આ વિચાર કોરોના કાળ દરમિયાન આવ્યો હતો. તે વખતે કોલેજો બંધ હોવાથી તેમણે નવરાશનો ઉપયોગ ચાના કપ ધોવાના મશીન બનાવવાના સંશોધનમાં વિતાવ્યો હતો. 

સંપૂર્ણ હાઇજેનિક રીતે ધોવાઈ જાય તેવું મશીન બનાવ્યું
આપણે બધા જાણીએ છીએ, આપણા દેશના અનેક નગરો અને મહાનગરોમાં ચાની કીટલીઓ ઠેર ઠેર જોવા મળે છે, તો કેટલાક શહેરોમાં કેફે પણ હોય છે અને એ તમામ સ્થળે પેપરકપનો ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. ક્યાંક કાચ અને સ્ટીલના ગ્લાસ પણ વપરાય છે. પરંતુ ચા પીધા બાદ તે કપને ધોવામાં ખાસ કાળજી લેવાતી નથી. આથી સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ ઊભો થાય છે. આ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવો તેનો વિચાર ધવલને સતત આવ્યા કરતો હતો. આખરે તેણે ચાની કીટલી પરના ગ્લાસ સંપૂર્ણ હાઇજેનિક રીતે ધોવાઈ જાય તેવું મશીન બનાવાવાનું નક્કી કર્યું. તેના આ ઝનૂનનને બાજુના ગામના ફેબ્રિકેશનના કારખાનેદારનો સપોર્ટ મળ્યો તેમણે ધવલ અને તેના ભાઈ જયેશને પોતાના સાધનો વાપરવા દેવાની અનુમતી આપી. બસ પછી જોઈતું શું હતું બન્ને ભાઈ મચી પડ્યા. સળંગ ચાર વર્ષ સુધી દિવસ રાત મહેતન કરી  કેમ કે તેમને એક એવું સફળ મશીન બનાવવું હતું જે લોકોના આરોગ્યનું રક્ષણ કરી શકે. તેમના આ કામમાં તેમને પાલનપુરન સ્થિત સરકારી પોલિટેકનિક કોલેજના સ્ટાફનો પણ સહકાર મળતો રહ્યો.

શાર્ક ટેન્કનો પણ સપોર્ટ
ધવલ અને જયેશને આ કામમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પણ સપોર્ટ કર્યોં. ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી ગવર્મેન્ટ પોલિસી હેઠળ પણ આ બન્ને ભાઈઓને ઘણી બધી હેલ્પ મળી જે બાદ ધવલ અને તેના ભાઈ પાછળ ન જોયું એક બાદ એક મશીન બનાવતા રહ્યા. પરંતુ ખરો ટર્નિેગ પોઈન્ટ ત્યાર બાદ આવ્યો, સોની ટીવી ઉપર આવતા એક પ્રોગ્રામની શાર્ક ટેન્કની અંદર તેમણે એપ્લાય કર્યું. તેમાં ધવલ અને તેના ભાઈનું સિલેક્શન થઈ ગયું  તમામ ફેઝમાં બંને ભાઈઓ પાર થઈ ગયા અંતે શાર્ક ટેન્ક માંથી સારુ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું. હવે બન્ને ભાઈઓની મહેતન રંગ લાવી છે. તેમને હાઇજિનનના ધ્યેય સાથે જે મશીન બનવવાનું હતું તે સફળ રીતે બનાવી શક્યા છે. હવે એ મશીન માટે  ગુજરાતમાંથી તો ખરા જ, પરંતુ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બેંગલોર સહિત ભારતના અનેક રાજ્યોમાંથી ધવલ અને તેના ભાઈના મશીન માટે ઓર્ડર આવવા લાગ્યા છે.

આમ આ સફળતા કંઈ રાતો રાત નથી મળી. આ માટે તે બન્ને ભાઈઓએ ઘણા બધા સોફ્ટવેર શીખ્યા છે મિકેનિક એન્જિનિયર તરીકેના કામ ઉપરાંત  વેલ્ડિંગ પણ જાતે કર્યું છે, લેથ મશીન પણ જાતે ઓપરેટ કર્યા છે અને જૂના ઈનોવેશનની પણ મદદ લીધી છે. જેના પરિણામે એક અંતિમ સફળ સંશોધન થઈ શક્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ