બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Two sisters commit suicide in Vadodara
Vishal Khamar
Last Updated: 06:31 PM, 23 December 2023
ADVERTISEMENT
વડોદરાનાં અટલાદર વિસ્તારમાં આવેલ માધવનગરમાં વુડાનાં મકાનમાં રહેતી બે પિતરાઈ બહેનોએ આઠમા માળેથી કૂદી આપઘાત કરી લેતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. બે પિતરાઈ બહેનોએ એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આપઘાત કરનાર એક યુવતીની ઉંમર 13 વર્ષ જ્યારે બીજી યુવતીની ઉંમર 15 વર્ષ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ બાબતે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાં સ્થળે પહોંચી બંને મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
વડોદરાનાં અટાલાદર વિસ્તારમાં બે પિતરાઈ બહેનોએ સાતમાં માળેથી કૂદી મોતને વ્હાલુ કરતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. આ બાબતે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ બંને બહેનો દ્વારા એક આપઘાત કર્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેકનીય છે કે, બંને બહેનો ખૂબ ગરીબ પરિવારમાંથી આવતી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.
યુવતીના માતા-પિતા બહાર વ્યવસાય કરે છેઃ રાજુભાઈ ઠક્કર (અગ્રણી)
આ બાબતે સ્થાનિક અગ્રણી રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, નજરે જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું કે પહેલા તો એવું જ લાગ્યું હતું કે, આ દિકરીઓ અહીંયા રહેતી જ નથી. જે બાદ મારા પર ફોન આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે યુવતીનાં મા-બાપ બહાર વ્યવસાય કરે છે. તેમની દિકરીઓ છે. તેમજ બંને દિકરીઓનાં ધાબા પરથી ચપ્પલ પણ મળી આવેલ છે. ત્યારે બંને દિકરીઓ એક જ પરિવારની છે. ત્યારે ઘરની કંઈ નાની મોટી તકલીફ હોય અથવા કંઈ થયું હોય. પરંતું શા કારણે બંને સગીર યુવતીઓએ આપઘાત કર્યો તે પોલીસ તપાસમાં બહાર આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.