બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / two patients die of new strain of fungus at aiims

આફત / બકરું કાઢતા ઉંટ પેઠું !! કોરોના ઘટ્યો ત્યાં ફંગસના નવા સ્ટ્રેનની દસ્તક, 2 દર્દીના મોત થતાં ખળભળાટ

Kavan

Last Updated: 04:34 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની બીજી લહેર ખતમ નથીં થઈ ત્યાં દેશમાં ફંગસના ખતરનાક સ્ટ્રેને દસ્તક દીધી છે. આ સ્ટ્રેનનો એક કેસ રાજધાની દિલ્હીમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • કોરોના ઘટ્યો ત્યાં ફંગસના નવા સ્ટ્રેને વધારી ચિંતા 
  • દિલ્હી એઈમ્સમાં 2 દર્દીના મોત થતાં મચ્યો હાહાકાર 
  • શરીરના અંગે કામ કરવાની કરી દેતા હોય છે બંધ 

દિલ્હી એઈમ્સના ડોક્ટરે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલમનરી ડિસિઝ(COPD)થી પીડિત 2 દર્દીઓમાં એસ્પરગિલસ લેંટુલસ(Aspergillus lentulus)ની પુષ્ટી કરી છે. ચિંતાની વાત એ છે કે, તમામ પ્રયાસો છતાં પણ ફંગસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવી શકાયા નહોંતા અને બંન્નેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. 

મૃત્યુદરમાં વધારો 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, Aspergillus lentulus ખરેખર એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે કારણ કે, આ ફેફસાને સંક્રમિત કરે છે, વિદેશમાં પણ કેટલાક કિસ્સાઓ નોંધાયા છે, જો કે, ડોક્ટર્સનું માનવું છે કે, ભારતમાં આ નવા સ્ટ્રેનની પ્રથમ ઘટના છે, ફંગસનો આ નવો સ્ટ્રેન પ્રથમ વખત 2005માં જોવા મળ્યો હતો. 

પ્રથમ દર્દીની 50થી 60 વર્ષની ઉંમર

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજીમાં પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ પ્રમાણે, જે 2 દર્દીઓમાં ફંગસનો આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમાં એકની ઉંમર 50થી 60 વર્ષની હતી, જ્યારે અન્યની ઉંમર 45 વર્ષથી ઓછી હતી. આ પહેલા દર્દીઓની પ્રાથમિક સારવાર કોઈ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે, તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા બંન્ને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. 

ઈન્જેક્શનની કોઈપણ અસર નહીં 

દર્દીને Amphotericin B અને ઓરલ Voriconazole ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા પરંતુ તેની કોઈપણ પ્રકારની અસર જોવા મળી નહીં, ઈંન્જેક્શન આપ્યા બાદ આશરે એક મહિના સુધી દર્દીની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહોંતો અને અંતે તેનું મોત થયું હતું. તો અન્ય એક દર્દીને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને એઈમ્સમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આશરે એક અઠવાડિયું સારવાર લીધા બાદ શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. 

24 કલાકમાં આવતા કેસ ગત 543 દિવસના સૌથી ઓછા 

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 7579 નવા મામલા સામે આવ્યા છે. મંત્રાલયે જાણકારી આપી છે કે આ ગત 543 દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે ગત 24 કલાકમાં દેશમાં 236 લોકોના મોત થયા છે.

સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં આ સમય કોરોના સંક્રમણ સક્રિય મામલા 1, 13, 584 છે. ગત 537 દિવસમાં સૌથી ઓછા છે. આ દેશમાં કુલ મામલાના 0.33 ટકા છે. ગત  24 કલાકમાં 12, 202 લોકો સાજા થયા છે. તો સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો છે.

મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા

મંત્રાલયે કહ્યું છે કે મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા છે. સોમવારે સાંજે 7 વાગે રસીના 63 લાખથી વધારે (63,98,165) ડોઝ  અપાઈ ચૂક્યા છે. કોરોનાની સામે રસીકરણ અભિયાન  ખૂબ મહત્વનું છે. જેથી તેની નિયમિત રીતે સમીક્ષા અને ઓબ્જર્વેશન કરવામાં આવી રહ્યું છે. 

એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા

ત્યારે સોમવારે જારી આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 3,45,18,901 થઈ ગઈ હતી. સોમવારે જાણકારી આપવામાં આવી છે કે 538 દિવસમાં સામે આવેલા સૌથી ઓછા દૈનિક મામલા હતા.

દેશમાં શું રહી કોરોનાની સ્થિતિ

દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ