બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Two brothers drowned while bathing in the river in Gondal

કરુણાંતિકા / ગોંડલમાં નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મૃત્યુ, ગઇકાલ સાંજથી જ હતા ગુમ, સવારે મળ્યા મૃતદેહ

Malay

Last Updated: 01:13 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: ગોંડલના વાસાવડ ગામની વાસાવડી નદીમાં એક સાથે બે જિંદગીઓ ડૂબી છે. નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

 

  • ગોંડલના વાસાવડમાં ડૂબી જવાથી મોત
  • નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઇ ભાઇના મોત
  • બંને પિતરાઇ ભાઇઓના મૃતદેહ મળ્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગોઝારી દુર્ઘટના ઘટી છે. ગોંડલના વાસાવડ ગામ ખાતે આવેલી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં એરેરાટી વ્યાપી છે. બંને પિતરાઈ ભાઈઓ નદીમાં ન્હાવા માટે કૂદ્યા હતા. જોકે, તેઓ અચાનક બંને ડૂબી ગયા હતા. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નદીમાં ન્હાવા ગયા હતા પિતરાઈ ભાઈઓ
મળતી માહિતી અનુસાર, ગોંડલના વાસાવડ ગામે રહેતા યાસીન મજીદ બાવનકા (ઉં.વ 15) અને મોહીન રજાક કારવા (ઉં.વ 11) ગઈકાલે વાસાવડી નદીમાં ન્હાવા ગયા હતા. નદીમાં ભરેલા પાણીના ખાડામાં આ બંન્ને બાળકો ન્હાવા માટે કૂદ્યા હતા. જોકે, અચાનક બંને પાણીમાં ડૂબી ગયા હતા.  લાંબા સમય સુધી બંને બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. 

ગઇકાલ સાંજથી બંને પિતરાઇ ભાઇઓ ગુમ હતા
જે બાદ યાસીન અને મોહીન નદીમાં ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો સાથે પરિવારજનો વાસાવડી નદીના કિનારે પહોંચ્યા હતા, આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. ગઈકાલે સાંજેથી ગુમ થયેલા બંને પિતરાઈ ભાઈઓના મૃતદેહ આજે સવારે નદીમાં મળી આવ્યા હતા. જે બાદ પરિવારના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ હતા..

પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા મૃતદેહ
હાલ પોલીસે બંને મૃતકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મોહીન રજાકભાઇ કારવા નવાગઢથી વાસાવડ તેના મામાના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો.

Three minors drowned simultaneously in Surendranagar's Dholidhaja Dam

ગતરોજ ધોળીધજા ડેમમાં ડૂબ્યા હતા ત્રણ સગીરો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરેન્દ્રનગરમાંથી પણ આવી જ દુઃખદ ઘટના સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ નીપજ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય સગીરોના મૃતદેહોને ધોળીધજા ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ ત્રણેય સગીરોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ