બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Two and a quarter lakh motorists of Ahmedabad will get relief

નવી ભેટ / અમદાવાદના સવા બે લાખ વાહનચાલકોને મળશે રાહત: વાડજમાં તૈયાર થશે ચાર લેનનો ઑવરબ્રિજ, બનતા લાગશે અઢી વર્ષ

Priyakant

Last Updated: 04:35 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમટેક્સથી રાણીપ તરફ 735 મીટરની લંબાઈ ધરાવતો ફ્લાય ઓવરબ્રિજ ટ્રાફિકની સમસ્યા નિવારશે

  • અમદાવાદીઓ! હવે ટ્રાફિકમાં ફસાવવું નહીં પડે 
  • વાડજમાં 106 કરોડના ખર્ચે બનશે ફોર લેન ઑવરબ્રિજ 
  • વર્કઓર્ડર મળ્યાના ૩૦ મહિનામાં બ્રિજ તૈયાર થશે

અમદાવાદીઓને હવે ટ્રાફિકમાં ફસાવવું નહીં પડે, કારણ કે, વાડજમાં હવે ચાર લેનનો ઑવરબ્રિજ તૈયાર થશે. વાત જાણે એમ છે કે, વાડજ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસનાં નિર્માણથી સાબરમતી, સુભાષબ્રિજ, આરટીઓ, રાણીપ, ચાંદખેડા, વાડજ, ભીમજીપુરા, અખબારનગર વગેરે વિસ્તારોના રોજના આશરે 2.25લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.  જોકે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત પશ્ચિમ ઝોનનાં વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને આશ્રમ રોડ જેવા ટ્રાફિકની દૃષ્ટિએ હંમેશાં વ્યસ્ત રહેતા શહેરના રાજમાર્ગ પર સડસડાટ વાહન હંકારી જવા માટે ભારે રાહત મળશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે. રોડ પરના લારી-ગલ્લા સહિતનાં દબાણો હટાવીને તેને દબાણમુક્ત કરીને વાહનચાલકોને ટ્રાફિકમાં સરળતા કરી આપવી, મ્યુનિ. પ્લોટોમાં તેમજ મલ્ટિલેવલ બિલ્ડિંગ ઊભાં કરીને વાહનચાલકોને પાર્કિંગની સગવડ ઊભી કરવી ઉપરાંત રોડ પરનાં ઓન સ્ટ્રીટ પાર્કિંગના નવા અભિગમને પ્રોત્સાહન આપવું તેમજ શહેરનાં મહત્ત્વનાં જંક્શન, રેલવે ફાટક વગેરે સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ ન ઉદ્ભવે તે માટે નવા ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરપાસ વગેરે બ્રિજ પ્રોજેક્ટને પણ સત્તાવાળાઓ કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરે છે. 

વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ 
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનનાં વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને આશ્રમ રોડ જેવા ટ્રાફિકની દૃષ્ટિએ હંમેશાં વ્યસ્ત રહેતા શહેરના રાજમાર્ગ પર સડસડાટ વાહન હંકારી જવા માટે ભારે રાહત મળશે. વાડજ જંક્શન પર ઇન્કમટેક્સથી રાણીપ બાજુએ 735 મીટર લંબાઈનો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ પર 1:30નો લોંગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ રાખવામાં આવ્યા છે.

ફ્લાય ઓવરબ્રિજ પર ચઢતી પાંખનું આયોજન 
આ સાથે વાડજ સ્મશાન ગૃહથી આગળ ગાંધી આશ્રમથી આશ્રમ રોડ પર જઈ શકાય તે માટે ફ્લાય ઓવરબ્રિજ પર ચઢતી પાંખનું પણ આયોજન કરાયું છે.  જેના કારણે સાઇલન્સ ઝોનમાં મુકાયેલા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમનો આશ્રમ રોડ સાથે સંપર્ક થઈ શકશે. આ ચડતી પાંખ કે વિંગ આશરે 5.5મીટર પહોળી અને 385.21 મીટર લાંબી બનાવાશે.

આ ઉપરાંત વાડજથી દૂધેશ્વર તરફ જતા દધીચિ રિવરબ્રિજના વાડજ તરફના એપ્રોચથી ભીમજીપુરા તરફ જતો 417.97 મીટર લંબાઈનો અંડરપાસ પણ બનાવાશે. આ અંડરપાસ 9.50 મીટર પહોળો બનશે, જેમાં કેરેજ વેની પહોળાઈ 8.50 મીટર રાખીને બે લેન અંડરપાસનું આયોજન કરાયું છે. અહીં આ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ તેમજ અંડરપાસનો અંદાજિત ખર્ચ રૂ. 106.52  કરોડનો છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા હેઠળનાં સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં ઈજનેર વિભાગે કવાયત હાથ ધરી છે. 

વર્કઓર્ડર મળ્યાના 30 મહિનામાં બ્રિજ તૈયાર થશે દૈનિક 2.25 લાખ વાહનચાલકોને લાભ મળશે
  • અત્યારે સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર સાથે તંત્રની અંતિમ તબક્કાની વાટાઘાટ ચાલી રહી હોઈ તેમને વર્કઓર્ડર અપાયાના ૩૦ મહિનામાં એટલે કે અઢી વર્ષમાં આ બ્રિજ પ્રોજેક્ટ માટે ઉપયોગી થઈ પડશે એટલે કે ઓક્ટોબર-૨૦૨૫ સુધીમાં બ્રિજ ધમધમતો થઈ જશે.
  • વાડજ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસ નાં નિર્માણથી સાબરમતી, સુભાષબ્રિજ, આરટીઓ, રાણીપ, ચાંદખેડા, વાડજ,  ભીમજીપુરા, અખબારનગર વગેરે વિસ્તારોના રોજના આશરે 2.25 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી ખાસ્સી એવી રાહત મળશે.

વર્કઓર્ડર મળ્યાના 30 મહિનામાં બ્રિજ તૈયાર થશે
અત્યારે સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર સાથે તંત્રની અંતિમ તબક્કાની વાટાઘાટ ચાલી રહી હોઈ તેમને વર્કઓર્ડર અપાયાના ૩૦ મહિનામાં એટલે કે અઢી વર્ષમાં આ બ્રિજ પ્રોજેક્ટ માટે ઉપયોગી થઈ પડશે એટલે કે ઓક્ટોબર-૨૦૨૫ સુધીમાં બ્રિજ ધમધમતો થઈ જશે. હાલમાં આ કોન્ટ્રાક્ટ સાથે ભાવ ઘટાડાને લગતી તંત્રની વાટાઘાટો ચાલી રહી હોઈ ટૂંક સમયમાં તેમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે. ત્યાર બાદ બ્રિજના નિર્માણ માટે તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર અપાશે. આ તમામ પ્રક્રિયા દોઢથી બે મહિનામાં આટોપાઈ જશે અને વાડજ જંક્શન પર માર્ચ મહિનાના પ્રારંભથી બ્રિજના નિર્માણનો ધમધમાટ ચાલુ થઈ જશે.

આ સાથે સત્તાવાળાઓ દ્વારા બ્રિજમાં વિહિકલની રાઇડિંગ ક્વોલિટીમાં સુધારો થાય તે હેતુથી ત્રણ સ્પાને એક ડેક કન્ટિન્યુટી એક્સ્પાન્શન જોઇન્ટ મૂકવાનું પણ આયોજન કરાયું છે. ઉપરાંત બ્રિજના અંડર સ્પેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે તેમજ ગ્રીન પેચનું પણ આયોજન કરાશે. તેમજ બ્રિજનું નિર્માણ થયા બાદ વાડજ જંક્શન પર ચેનલાઇઝેશન અને ટ્રાફિક આઇલેન્ડ પણ બનાવાશે. વાડજ જંક્શન ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટ મ્યુનિ. તંત્રનો વધુ એક મહત્ત્વાકાંક્ષી બ્રિજ પ્રોજેક્ટ છે, જેની નાગરિકો પણ ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ