બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two and a half inches of rain in Talala in four hours, how much rain fell

માવઠાનો માર / તાલાલામાં ચાર જ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ, પાટણ-વેરાવળમાં દોઢ ઈંચ...: જાણો ગુજરાતમાં વહેલી સવારે ક્યાં કેટલો પડ્યો વરસાદ

Priyakant

Last Updated: 12:27 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update Latest News: હવામાનની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ, સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ

  • ​​​​​​ગુજરાતના 61 તાલુકામાં વરસાદ
  • સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ 
  • સૌથી વધુ તાલાળામાં 1.8 ઈંચ વરસાદ
  • પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ

ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો છે. વિગતો મુજબ અત્યાર સુધી રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાલાલામાં 1.8 ઈંચ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી અનેક જગ્યાએ શરૂ થયેલ વરસાદને કારણે કૃષિપાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. 

સૌથી વધુ વરસાદ તાલાલામાં પડ્યો 
આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેને લઈ હવે આજથી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.

ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

કચ્છ, ડાંગ, વલસાડમાં પણ આગાહી
અત્રે જણાવીએ કે, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમા વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ