બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Twitter Blue Tick removed know how to get it and Blue Tick back subscription price

જાણવા જેવું / Twitter Blue Tick ગાયબ! તો જાણો પરત લાવવાથી લઇને કોને કયો ટેગ મળશે? કેટલો ચાર્જ રહેશે? આ રહ્યાં એકસાથે 10 સવાલોના જવાબ

Arohi

Last Updated: 12:08 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter Blue Tick Price: 20 એપ્રિલ... ટ્વીટર લેગસી એકાઉન્ટ્સ પર બ્લૂ ટિકનો છેલ્લો દિવસ હતો. કંપનીએ હવે તેને રિમૂવ કરી દીધું છે. શું તમારૂ પણ બ્લૂ બેઝ જઈ ચુક્યું છે? અને તમે તેને પરત લેવા માંગો છો? હવે યુઝર્સને તેના માટે બ્લૂ સબ્સક્રિપ્શન ખરીદવાનું રહેશે. આવો જાણીએ ટ્વીટર વેરિફિકેશન બેઝ અને સબ્સક્રિપ્શન સાથે જોડાયેલી અમુક જરૂરી સવાલોના જવાબ.

  • 20 એપ્રિલે ટ્વીટર પરથી જતી રહી બ્લૂ ટિક
  • બ્લૂ ટિક કઈ રીતે પરત લાવી શકાય? 
  • જાણો કેટલો રહેશે તેનો ચાર્જ 

21 એપ્રિલ ટ્વીટર હવે સામાન્ય લોકો માટે પહેલા જેવુ નથી રહ્યું. કોઈ મોટો ફેરફાક નથી થયું પરંતુ કંઈક તો બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર Blue Tick ટ્રેન્ડ કરી રહ્યું છે. આમ તો આ ટ્રેન્ડ રાતથી જ ચાલી રહ્યો છે. આ કારણે બ્લૂ ટિક ગાયબ થઈ ગઈ છે. ટ્વીટરે આખરે દરેક લેગસી એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને રિમૂવ કરી દીધી છે. એવામાં ટ્વીટર અને બ્લૂ ટિક સાથે જોડાયેલી આ જરૂરી વાતો વિશે જાણો. 

શું બધાના વેરિફિકેશન બેઝ હટી ગયા છે? 
સૌથી પહેલા સવાલ આવે છે કે શું બધાના વેરિફિકેશન બેઝ હટી ગયા છે? તો આવું નથી. ટ્વીટરે પહેલા જ અમુક ફેરફાર ક્યા હતા. જેમાં પહેલું હતું અલગ અલગ વેરિફિકેશન બેઝનું. આ રીતે કંપનીઓને યલો, સરકાર અને એજન્સિયોને ગ્રે બેઝ આપવામાં આવ્યું હતું. ત્યાં જ ઈન્ડિવિઝુએલ્સને બ્લૂ ટિક મળી હતી. ત્યારે કંપનીઓએ બધાના લેગેસી એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી લીધા હતા. 

શું રિમૂવ કરવામાં આવ્યું બ્લૂ ટિક? 
ટ્વીટર લાંબા સમયથી નુકસાનથી ચાલી રહ્યું છે. એવામાં જ્યારે એલન મસ્કે તેને ખરીદ્યું તો તેને ફર્મને પ્રોફિટેબલ બનાવવાનો નિર્ણય કર્યો. તેની એક રીતે ટ્વીટર બ્લૂ સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કરવાનો હતો. આમ તો આ પ્લાન પહેલા હાજર હતો. પરંતુ તેને અમુક લોકો જ ખરીદતા હતા. 

એલન મસ્કે બ્લૂ ટિકને લેગેસી એકાઉન્ટથી રિમૂવ કરીને સબ્સક્રિપ્શનમાં જોડવાનો નિર્ણય કર્યો જેનાતી કંપમી પોતાની રેવેન્યૂ વધારી શકે. આ રીતે બ્લૂ ટિકને બધા એકાઉન્ટ્સથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે. 

કયા લોકોને મળશે પરત? 
હવે સવાલ આવે છે કે શું બ્લૂ ટિક પરત મળશે? પરત તો મળી શકે છે પરંતુ આ પહેલાની જેમ નહીં મળે. તેના માટે તમને ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન ખરીદવાનું રહેશે. ખાસ વાત એ છે કે આ પ્રોસેસ હેઠળ કોઈ પણ બ્લૂ ટિક મેળવી શકે છે. જ્યારે પહેલા આ એક વેરિફિકેશન બેઝ હતું. 

કઈ રીતે પરત લઈ શકાય બ્લૂ ટિક? 
જો તમે પણ એ લોકોમાંથી એક છો જે ટ્વીટર પર બ્લી ટિક મેળવવા માંગે છે તો તેના માટે તમારે સબ્સક્રિપ્શન ખરીદવાનું કહેશે. કંપનીએ ખૂબ પહેલા પોતાનો સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કરી દીધો હતો. 

દર મહિને કેટલા પૈસા લાગશે? 
ટ્વીટર પર તમને બ્લૂ સબ્સક્રિપ્શનનો ઓપ્શન જોવા મળી રહ્યો હશે. તેના પર ક્લિક કરીને તમે બ્લૂ ટિક ખરીદી શકો છો. આમ કરવાનો મંથલી રેટ 650 રૂપિયા છે. ત્યાં જ એક વર્ષ માટે આ પ્લાન 6,800 રૂપિયામાં મળશે. આ કિંમત વેબ વર્ઝનની છે. મોબાઈલ વર્ઝન માટે તમને 900 રૂપિયા મહિના કે 9,400 રૂપિયા દર વર્ષે ખર્ચ કરવાનું રહેશે. 

કેટલા પ્રકારના ટેગ છે? 
બ્લૂ સબ્સક્રિપ્શન હેઠળ તમને ફક્ત બ્લૂ ટેગ જ મળશે. આમ આ પ્લેટફોર્મ પર ત્રણ પ્રકારના ટેગ છે. જેમાં યલો, બ્લૂ અને ગ્રે ટેગ છે. આ ઉપરાંત કંપની પોતાની બીજી જાણકારી પણ સ્પેશિયલ એકાઉન્ટ્સ સાથે જોડી રહી છે. 

કઈ રીતે કયો ટેગ મળે? 
એલન મસ્કે ટ્વીટર ડીલ પુરી કર્યા બાદ જ બ્લૂ સબ્સક્રિપ્શનને રિલોન્ચ કરવાનો નિર્ણય કર્યો. તેના માટે તેમણે ત્રણ પ્રકારના ટેગ લોન્ચ કર્યો. તેમાં કંપનીઓ માટે યલો બેઝ છે. ત્યાં જ સરકાર એજન્સી, સરકારી ઓફિસ અને બીજા સરકારી એકાઉન્ટ્સને ગ્રે બેઝ આપ્યો છે. છેલ્લે બ્લૂ ટિક ઈન્ડિવિઝુઅલ યુઝર્સને આપવામાં આવ્યું છે. 

મોબાઈલ અને વેબ માટે અલગ અલગ સબ્સક્રિપ્શન છે? 
હા ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન મોબાઈલ અને વેબ માટે અલગ અલગ છે. જ્યાં વેબ વર્ઝનની શરૂઆત 600 રૂપિયાના મંથલી સબ્સક્રિપ્શનથી થાય છે. ત્યાં જ મોબાઈલ વર્ઝનના યુઝર્સને 900 રૂપિયા મંથલી ખર્ચ કરવાના રહેશે. 

લેગેસી એકાઉન્ટ્સ શું હોય છે? 
જો તને કોઈ લેગેસી એકાઉન્ટ હોલ્ડર છો તો તમે પહેલાની જેમ પોતાનું એકાઉન્ટ યુઝ કરી શકશો. તેમાં ફેરફાર નથી કરવામાં આવ્યું. પરંતુ તમારા એકાઉન્ટથી બ્લૂ ટિક રિમૂવ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને એડ્સ પણ વધારે જોવા મળશે. 

ટ્વીટર બ્લૂના ફાયદા શું છે? 
ટ્વીટર બ્લૂના પોતાના ઘણા ફાયદા છે. જો તમે તેનું સબ્સક્રિપ્શન લો છો તો કંપની કોઈ કન્વર્સેશન કે સર્ચમાં તમને પહેલા રેન્ક પર રાખશે. આ ઉપરાંત તમને બ્લૂ ટિક પણ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ