બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Tunisha Sharma broke up due to breakup with Shijan Khan...: Big police revelation

ધરપકડ / શીજાન ખાનથી બ્રેકઅપના કારણે તૂટી ગઈ હતી તુનિશા શર્મા...: પોલીસનો મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 03:32 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનાં અંતે મનોરંજન જગતે વધુ એક આશાસ્પદ કલાકાર ગુમાવ્યો છે. 24 ડિસેમ્બર 2022 ના રોજ, 20 વર્ષની તુનીશાએ ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ- કાબુલ' ના સેટ પર આત્મહત્યા કરી હતી.

  • વર્ષનાં અંતે મનોરંજન જગતે વધુ એક આશાસ્પદ કલાકાર ગુમાવ્યો
  • 24 ડિસેમ્બર 2022 ના રોજ કલાકાર તુનીશાએ આત્મહત્યા કરી 
  • તુનીશા ખાનના આઘાતજનક પગલાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે

 ટેલિવિન એક્ટ્રેસ તુનીશા ખાનના આઘાતજનક પગલાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે. વર્ષ પૂરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે મનોરંજન જગતે વધુ એક આશાસ્પદ કલાકાર ગુમાવ્યો છે. 24  ડિસેમ્બર 2022 ના રોજ 20 વર્ષીય તનુશીએ ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ- કાબુલ' ના સેટ પર આત્મહત્યા કરી હતી. તુનિષાના મિત્રે અને પરિવારજનોનું કહેવું છે કે તેના બોયફ્રેન્ડ અને કો-સ્ટારે શીઝાન મોહમ્મદ ખાનના વિશ્વાસઘાતને કારણે તેણે આ પગલું ભર્યું છે. તુનીશાનો મૃતદેહ આવતીકાલે એટલે કે સોમવારે સંબંધીઓને સોંપવામાં આવશે.

બ્રેકઅપના કારણે તુનીશા તણાવમાં હતી-પોલીસ
મુંબઈ પોલીસની એફઆરઆઈ અનુસાર 15 દિવસ પહેલા શીજાનનું ટ્યુનિશા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. જેના કારણે તે તણાવમાં રહેતી હતી. તુનીશાનું પોસ્ટમોર્ટમ આજે વહેલી સવારે મુંબઈની જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલમાં મૃત્યુંનું કારણ શ્વાસ રૂંધાવાથી જણાવવામાં આવ્યું હતું. પોલીસેને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. શીજાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પરિવારજનોએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ટીવી એક્ટ્રેસ તુનીશા શર્માના પરિવારના સભ્યો ચંડીગઢથી મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, પરિવારજનો દ્વારા તુનીષા અને અભિનેતા શીઝાન મોહમ્મદ ખાન વચ્ચેના સંબંધોને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરિવારે તુનીષાના મિત્રના દાવાને પણ ફગાવી દીધો છે, જેમાં પરિવારજનો દ્વારા તુનીશા ગર્ભવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિવારે જણાવ્યું કે બંને લદ્દાખ ગયા હતા તે દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંને કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા.

તુનીશા નિયમિત રીતે શીજાનના ઘરે જતી હતી. શીજાનના પરિવારના સભ્યો પણ તેને ખૂબ પસંદ કરતા હતા. પછી એક દિવસ તુનીશાને ખબર પડે છે કે શીજાન તેની સાથે દગો કરી રહ્યો છે અને તેના જીવનમાં બીજી છોકરી છે. તે આ સત્યને સહન ન કરી શકી અને તણાવમાં રહેવા લાગી. 16 ડિસેમ્બરે જ્યારે તુનીશા શૂટિંગ કરી રહી હતી ત્યારે સેટ પર જ તેના પર હુમલો થયો હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

હોસ્પિટલમાં તુનીષા વારંવારે શીજાનની દગાખોરીનો ઉલ્લેખ કરતી હતીઃપરિવારજનો
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તુનીષા વારંવારે શીજાનની દગાખોરીનો ઉલ્લેખ કરતી હતી.  તેના મોઢામાંથી વારંવાર એક જ વાક્ય નીકળતું હતું. તે હતું- તેણે મારી સાથે છેતરપીંડી કરી, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે, તેણે મારી સાથે ખોટું કર્યું. તુનીષાની માતાએ પણ શીજાનને આમ ન કરવા સમજાવ્યું હતું.
ટીવી શો ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી
જણાવી દઈએ કે, તુનિષાએ ટીવી શો ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાણા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તે બાળ કલાકાર તરીકે બાર બાર દેખો, કહાની-2 અને દબંગ-3 જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ