બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Tungnath, the world's highest temple of Mahadev, is bowing down

ઉત્તરાખંડ / મહાદેવનું દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલું મંદિર તુંગનાથ નમી રહ્યું છે, જાણો કેમ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

Priyakant

Last Updated: 02:32 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tung Nath Shiva Temple News: ASIના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મંદિર 5 થી 6 ડિગ્રી સુધી નમેલું છે અને પરિસરની અંદરની મૂર્તિઓ અને નાની રચનાઓ 10 ડિગ્રી સુધી નમેલી

  • રુદ્રપ્રયાગ સ્થિત તુંગનાથ શિવ મંદિરને લઈ મોટા સમાચાર 
  • 2,800 ફૂટની ઊંચાઈ તુંગનાથ શિવ મંદિર નમી રહ્યાનું સામે આવ્યું 
  • મંદિર 5 થી 6 ડિગ્રી સુધી નમેલું છે: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રુદ્રપ્રયાગમાં 12,800 ફૂટની ઊંચાઈ પર સ્થિત તુંગનાથ શિવ મંદિર નમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મંદિર 5 થી 6 ડિગ્રી સુધી નમેલું છે અને પરિસરની અંદરની મૂર્તિઓ અને નાની રચનાઓ 10 ડિગ્રી સુધી નમેલી છે.

ASI અધિકારીઓએ એક ખાનગી ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓએ કેન્દ્ર સરકારને આ સંબંધમાં માહિતી આપીને સંરક્ષિત ઈમારત તરીકે સામેલ કરવાની સલાહ આપી છે. તેના પર કાર્યવાહી કરીને સરકારે પણ આ પ્રક્રિયાને આગળ વધારવાની કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ હવે ASI મંદિરમાં ઝુકાવનું મુખ્ય કારણ જાણવાનો પ્રયાસ કરશે અને શક્ય હોય તો તેને રિપેર કરશે.

શું કહ્યું ASIના સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદે ? 
ASIના દેહરાદૂન સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદ્ મનોજ કુમાર સક્સેનાએ જણાવ્યું કે, સૌથી પહેલા અમે તુંગનાથ મંદિરમાં નમેલા અને નુકસાનનું કારણ જાણવાનો પ્રયાસ કરીશું. અને જો શક્ય હોય તો અમે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરીશું. આ સાથે મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યા બાદ વિગતવાર કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે.

ASI અધિકારીઓ મંદિરનો નીચેનો ભાગ સરકવાની કે ઘસી જવાની શક્યતા પણ જોઈ રહ્યા છે, જેના કારણે મંદિર નમશે. તેમણે કહ્યું કે, નિષ્ણાતોની સલાહ લીધા બાદ ક્ષતિગ્રસ્ત પાયાના પથ્થરોને બદલવામાં આવશે. હાલમાં એજન્સીએ ગ્લાસ સ્કેલ ફિક્સ કર્યા છે, જે મંદિરની દિવાલ પરની હિલચાલને માપી શકે છે.

તુંગનાથને વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરનો દરજ્જો
મહત્વનું છે કે, તુંગનાથને વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરનો દરજ્જો છે. તે આઠમી સદીમાં કટ્યુરી શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે બદરી કેદાર મંદિર સમિતિ (BKTC) ના વહીવટ હેઠળ આવે છે. મંદિરમાં ઝુકાવ અંગે BKTCને પત્ર પણ મોકલવામાં આવ્યો છે. BKTCના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે, તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડ મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં દરેકે ASIના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. અમે આ મંદિરને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે એસઆઈને મદદ કરવા તૈયાર છીએ. પરંતુ અમે તેમને સંપૂર્ણ રીતે સોંપવાના પક્ષમાં નથી. અમે તમને અમારા નિર્ણયની જાણ કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ