બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Tulsi vivah Thakorji krishna bhagwan marriage helicopter pal Gujarat

રજવાડી ઠાઠ / તુલસી વિવાહઃ ગુજરાતના આ ગામમાં ઠાકોરજી હેલિકોપ્ટરમાં જાન લઇને ગયા પરણવા, લોકો ચકીત થઇ ગયા, જુઓ VIDEO

Hiren

Last Updated: 11:03 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. સાડા ચાર મહિનાના અંતરાલ બાદ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે રાજકોટના મવડી ગામ પાસે આવેલા પાળ ગામમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા છે.

  • રાજકોટના પાળ ગામમાં અનોખા વિવાહ
  • તુલસી વિવાહમાં દેખાયો રજવાડી ઠાઠ
  • ઠાકોરજીની જાન હેલિકોપ્ટરમાં લઈ ગયા

આજે રાજકોટના મવડી ગામ નજીક આવેલા પાળ ગામના ઠાકોરજીના અનોખા વિવાહ યોજાયા હતા. જ્યાં લાપાસરી ગામના યજમાનના ઘરે તુલસીજી સાથે ઠાકોરજીના વિવાહ યોજવામાં આવ્યા હતા. આ તુલસી વિવાહમાં બન્ને ગામના લોકો ચકીત થઇ ગયા હતા. ત્યારે શું છે આ તુલસી વિવાહની ખાસિયત અને કેમ બે ગામના લોકો ચકીત થયા... 

તુલસીજી સાથે ભવ્ય વિવાહ માટે પાળ ગામથી ઠાકોરજીની જાન હેલિકોપ્ટરથી લાપાસરી ગામે પહોંચી હતી. ગામની સીમમાં હેલિકોપ્ટર માટે હેલિપેડ પણ બનાવવામાં આવ્યુ હતું. ત્યારે ઠાકોરજીની જાનમાં જોડાવા માટે ચવાડિયા ભગત પરિવાર સાથે આખું ગામ ઉમટયું હતું.લગ્નના રૂડા મંગલ ગીતો સાથે ઠાકોરજીની જાન પાળ ગામેથી રવાના થઈ હતી. 

પ્રથમવાર એવું બન્યું કે ભગવાનની જાન હેલિકોપ્ટરમાં ગઈ હોય

આજનો દિવસ એટલે દેવ દિવાળી અને તુલસી વિવાહનો દિવસ. હિન્દૂ સંસ્કૃતિમાં તુલસી વિવાહનું અનેરું મહત્વ છે. રાજકોટના પાળ અને લાપાસરી ગામના લોકોએ અનોખી રીતે તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. પાળ ગામથી ભગવાન ઠાકોરજીની જાન અંદાજીત 15 કિલોમીટર દૂર આવેલા લાપાસરી ગામે પહોંચી હતી. આ જાન હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવી હતી. ભગવાન ઠાકોરજીની જાન કોઈ પ્રથમવાર આ પ્રકારે હેલિકોપ્ટરથી લઈ ગયા હોય. આમ તો લોકો પોતાના પરિવારના સભ્ય માટે લગ્નમાં કોઈ કસર છોડતા નથી અને પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરતા પાછા પડતા નથી. ત્યારે આજે પ્રથમ વખત કોઈએ ભગવાનને હેલિકોપ્ટરમાં બેસાડીને તુલસી વિવાહ માટે જાન જોડી હોવાનું સામે આવ્યું છે. ધનિક લોકો પોતાના પુત્ર, પુત્રીના લગ્નમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે, જોકે પ્રથમવાર એવું બન્યું કે ભગવાનની જાન હેલિકોપ્ટરમાં ગઈ હોય.

આજના દિવસનું મહત્વ

આજના દિવસનું ખુબ મહત્વ હોય છે અને અનેક જગ્યાએ લોકો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે તુલસી વિવાહ કરાવતા હોય છે. મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં બિરાજી જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા માટે 15 કિલોમીટર દૂર ગયા હતા. ત્યારે આ તુલસી વિવાહ જોવા આસપાસના ગામના લોકો પણ આવ્યા હતા અને લોકો મોં મા આગળા નાંખી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ