બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Tulsi Vivah 2023 vastu tips obstacles in marriage will be removed married life will also be happy

આસ્થા / Tulsi Vivah 2023: તુલસી વિવાહના દિવસે બસ અપનાવો આ 4 ઉપાય, દૂર થશે લગ્નમાં આવતા તમામ વિધ્ન

Arohi

Last Updated: 09:37 AM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Vivah 2023: આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બર શુક્રવારના દિવસે છે. તુલસી વિવાહ દર વર્ષે કાર્તક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ આવે છે. આ દિવસે તુલસી માતાના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે.

  • 24 નવેમ્બરે છે તુલસી વિવાહ
  • આ દિવસે કરો ખાસ ઉપાય 
  • લગ્નમાં નહીં આવે કોઈ પણ વિઘ્ન 

આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બર શુક્રવારના દિવસે છે. તુલસી વિવાહ દર વર્ષે કાર્તક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ આવે છે. આ દિવસે તુલસી માતાના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. આ દિવસે તુલસીના છોડને વિષ્ણુ ભગવાનના પત્ની તુલસીના રૂપમાં સ્થાપિત કરીને તેમના વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. 

હિંદૂ ધર્મમાં આ પર્વ ધાર્મિક રીત રિવાજની સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં ખુશી બની રહે છે. જોકે આ લાભ લેવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. 

તુલસી વિવાહના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાય 
મંગલાષ્ટકનો પાઠ કરો 

તુલસી વિવાહ વાળા દિવસે મંગલાષ્ટકનો પાઠ જરૂર કરવો જોઈએ. આમ કરવાથી પ્રેમ અને દાંપત્ય જીવનમાં સ્થિરતા આવે છે. તેના ઉપરાંત જીવનમાં સદા ખુશી બની રહે છે. 

આ દિવસે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજાથી સંબંધોમાં સામંજસ્ય, સમરસતા અને સૌહાર્દ વધે છે. જોકે આ પૂજા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવી જોઈએ. 

તુલસી પર સોળ શણગાર ચડાવો 
તુલસી વિવાહનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે. માન્યતા છે કે આ દિવસે માતા તુલસીની પૂજા સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. 

માટે તુલસી વિવાહના દિવસે સોળ શણગારનો સામાન દેવી તુલસીને સમર્પિત કરવો જોઈએ તેના બાદ અનુષ્ઠામાં શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે સમર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલી દૂર થાય છે. 

સુહાગણને શ્રૃંગાર દાન કરો 
માતા તુલસી અને શાલિગ્રામના વિવાહમાં સોળ શ્રૃંગાર અર્પિત કરવાનું વિધાન છે. તેમાં લાલ ચુંદડી, સિંદૂર, ચાંદલો, લાલ સાડી જેવી સુહાગની વસ્તુઓ શામેલ છે. તેના બાદ સંપૂર્ણ વિધિ-વિધાનથી તેમના વિવાહ કરાવવામાં આવે છે. આમ કરવાથી લવ લાઈફમાં રોમાંસ વધે છે. આવામાં વિવાહના બીજા દિવસે શણગારની સામગ્રીને કોઈ સુહાગણ સ્ત્રીને દાન કરવો જોઈએ. 

ઘીનો દિવો કરવો 
તુલસી વિવાહના દિવસે અમુક ઉપાય ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તેમાં માતા તુલસીના સામે દીવો કરવો શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે ઘીનો દીવો કર્યા બાદ ઘરમાં ગંગાજળની સાથે તુલસી પત્રોનો છંટકાવ કરો. આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ