- ન્યાયના દેવતા છે શનિ દેવ
- કર્મો અનુસાર બઘાને આપે છે ફળ
- 9 ગ્રહોમાં સૌથી ધીમી ચાલ છે શનિદેવની
સનાતન ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મોના અનુસાર ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 9 ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ધરાવે છે.
આ કારણે શનિ દેવ 1 રાશિમાં સાડા સાત વર્ષ સુધી બિરાજમાન રહે છે. આજ કારણે રાશિઓ પર શનિની સાડેસાતી અને ઢૈય્યા ચાલે છે. શનિની સાડેસાતી અને ઢૈય્યા વખતે જાતકને ઘણા પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે.
સાડેસાતી કે ઢૈય્યા માટે કરો આ ઉપાય
- જો તમારા પર પણ શનિની સાડેસાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો દરેક શનિવારે કાળા તલ, લોટ, શાકર લઈને આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને તેને કાળી કીડીઓને ખવડાવો.
- શનિ સાથે સંબંધિત મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે કાળા ઘોડાની નાળ કે હોડીની ખીલીથી વીંટી બનાવીને પોતાની મધ્યમા આંગળીમાં શનિવારે સૂર્યાસ્ત સમયે ધારણ કરો.
- શનિદોષથી મુક્તિ માટે શનિદેવના 10 નામોના ઓછામાં ઓછા 108 વખત જાપ કરો.
- દાન પુણ્ય કરનાર લોકોથી શનિદેવ પ્રસન્ન રહે છે. માટે પોતાના સામર્થ્ય અનુસાર કાળા તલ, કાળા કપડા, બ્લેન્કેટ, અડદની દાળ દાન કરો.
- હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષોનો સામનો નથી કરવો પડતો. માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થશે અને દરેક શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો.
- શનિદેવની પૂજા કરી તેમને વાદળી રંગના પુષ્પ અર્પિત કરો. તેની સાથે જ શનિ મંત્ર “ॐ शं शनैश्चराय नमः”નો રૂદ્રાક્ષની માળાથી જાપ કરો. મંત્રોની જાપ સંખ્યા 108 હોવી જોઈએ. એવું દરેક શનિવારે કરવાથી શનિની સાડેસાતીમાંથી મુક્તિ મળે છે.
- શનિની સાડેસાતી અથવા ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરી એક કટોરીમાં તેલ લઈ તેમાં પોતાનો ચહેરો જુઓ અને ત્યાર બાદ તેલને કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિને દાન કરી દો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
- સવારે સ્નાન બાદ પીપળના ઝાડમાં જળ અર્પિત કરો અને તેની સાત પરિક્રમા કરો. સૂર્યાસ્ત બાદ કોઈઆવતુ જતુ ન હોય તેવા સ્થાન પર લાગેલા પીપળાના ઝાડ પર દિવો કરો. જો આમ ન કરી શકો તો કોઈ મંદિરમાં લાગેલા પીપળની પાસે દીવો કરી શકો છો.
- શનિવારે તેલમાં બનેલા ખાદ્ય પદાર્થ કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
- શનિવારે રાત્રે રક્ત ચંદનથી અનાજની કલમ લઈને “ॐ व्ही को” ભોજ પત્ર પર લખીને દરરોજ સવારે પુજા કરો. આમ કરવાથી શનિદેવની કૃપા મળે છે. સાથે જ વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.