બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / trudeau on india canada relations says tonal shift from india after us allegation of pannun murder

India Canada Relations / અમેરિકાના બહાને ટ્રુડોએ ફરી કર્યો હુમલો: કહ્યું ભારત બચીને નીકળી નહીં શકે

Arohi

Last Updated: 12:55 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Relations: કેનેડાના પીએમે એમ પણ કહ્યું છે કે તે ટ્રેડ ડીલ પર કામ કરવા માંગે છે. સાથે જ ઈંડો-પેસિફિક સ્ટ્રેટર્જીને પણ આગળ વધાવવા માંગે છે.

  • જસ્ટિન ટ્રૂડોનું ભારતને લઈને મોટુ નિવેદન 
  • અમેરિકાના બહાને ટ્રુડોએ ભારત પર કર્યો હુમલો
  • કહ્યું ભારત બચીને નીકળી નહીં શકે

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ભારત-કેનેડાના સંબંધને લઈને ફરી એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નૂના કથિત મર્ડર પ્લોટને લઈને અમેરિકાની ચેતાવણી બાદ ભારત-કેનેડાના સંબંધમાં ટોનલ શિફ્ટ જોવા મળી છે. 

જસ્ટિન ટ્રીડોનું આ નિવેદન શૉકિંગ છે. થોડા મહિના પહેલા તેમણે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોના હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ભારતે કેનેડાના સામે કડક પગલા ભરતા તેમના નાગરિકો માટે વીઝા સર્વિસને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી નાખી અને બીજા પણ ઘણા પગલા ભર્યા હતા. 

બાદમાં અમેરિકાએ પન્નૂની હત્યાના કથિત ક્ષડયંત્રમાં ભારતનો હાથ હોવાનો દાવો કર્યો. તેમના તરફથી કહેવામાં આવ્યું કે ભારત સરકારનું વલણ અમેરિકાના પ્રતિ તેવું નથી, જેવું કેનેડા માટે હતું. જોકે વિદેશ મંત્રી એસ જયશંકરે તેનું કારણ જણાવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ વિદેશી ધરતી પર ભારતના વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 ડિસેમ્બરે કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ક્ષડયંત્રમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના શામેલ હોવાના આરોપની તપાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ અમને કોઈ પણ જાણકારી આપે છે તો અમે નિશ્ચિત રીતે તેની તપાસ કરીશું. જો અમારા કોઈ નાગરિકે કંઈ પણ સારો કે ખરાબ વહેવાર કર્યો છે તો અમે તેની તપાસ કરવા માટે તૈયાર છીએ. 

બન્ને મામલામાં એક મોટુ અંતર એ છે કે જસ્ટિન ટ્રૂડોના આરોપને ભારત સરકારે આક્રામકતાની સાથે ફગાવ્યા હતા. જ્યારે અમેરિકાના આરોપની તપાસ કરવાની વાત કહેવામાં આવી રહી છે. તેના બાદ જ જસ્ટિન ટ્રૂડોનું નિવેદન સામે આવ્યું છે. 

ટ્રૂડોએ જણાવ્યું કે ભારતને હવે એવો અહેસાર થયો છે કે તે હવે આનાથી (નિજ્જર હત્યાકંડા અને પન્નૂ મર્ડર પ્લોટ)થી બચીને નહીં નિકળી શકે. ટ્રૂડોએ જણાવ્યું કે હવે એ સમજી લેવું જોઈએ કે કેનડાના વિરૂદ્ધ હુમલો કરવાથી સમસ્યા દૂર નથી થવાની. તેમણે એમ પણ જણાવ્યું કે કેનેડા આ મુદ્દા પર હજુ ભારતની સાથે લડાઈ નથી કરવા માંગતા. ટ્રૂડોએ આ વાત પર પણ ભાર આપ્યો કે કેનેડા લોકોની સુરક્ષા અને કાયદાના શાસન માટે ઉભુ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ