બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Trial run of metro train from Sabarmati to Subhash Bridge

VIDEO / અમદાવાદને ઑગષ્ટમાં મળી શકે છે મેટ્રોની ભેટ, ચૂંટણી પહેલા યુદ્ધનાં ધોરણે કામગીરી, વધુ એક ટ્રેનનું ટ્રાયલ રન

Khyati

Last Updated: 01:19 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓને જલ્દીથી જ મળશે મેટ્રો ટ્રેનની સુવિધા, વધુ એક મેટ્રો ટ્રેનનું કરવામાં આવ્યુ ટ્રાયલ

  • અમદાવાદમા એક વખત ફરી કરાયુ મેટ્રો ટ્રેનનુ ટ્રાયલ
  • સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામા આવ્યું
  • મેટ્રો ટ્રેનનુ ફેઝ-2 યુદ્વના ધોરણે ચાલી રહી છે કામગીરી

સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. ટ્રેનના ટ્રાયલ રનના દ્રશ્યોને જોઇને શહેરીજનોએ આનંદની લાગણી અનુભવી. સુભાષબ્રિજ પરથી આ નજારો જોવા મળ્યો. ત્યારે ઓગષ્ટ  મહિનામાં અમદાવાદને મેટ્રે ટ્રેનની ભેટ મળે તો નવાઇ નહી. કારણ કે હાલમાં મેટ્રો ટ્રેનના ફેઝ-2ની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહત્વનું છે કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો કુલ ખર્ચ રૂ.5.384 કરોડ છે. ફેઝ-2ના કોરિડોર-1 ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા માટેનું આયોજન છે.

થલતેજ રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયુ હતું

મહત્વનું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. થોડા દિવસ પહેલા જ  થલતેજ રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.  40 કિમીના કોરિડોરનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આથી, થલતેજ સુધીનો મેટ્રો ટ્રેનનો રૂટ જલ્દી શરૂ થઈ શકે છે. આથી કહી શકાય કે વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદવાસીઓને મોટી ભેટ મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરમતી નદી પરના ગાંધી બ્રિજ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.

20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું

ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર

આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ