બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Treating wife like cash cow without any emotional attachment to her is cruelty: Karnataka High Court

ન્યાયિક / ભાવનાત્મક નાતા વગર પત્નીને 'દૂઝણી ગાય' ગણવી ક્રૂરતા- હાઈકોર્ટના ચુકાદાથી મહિલાને મોટી રાહત

Hiralal

Last Updated: 08:47 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિના ધંધા-રોજગાર માટે પોતાનો ખજાનો ખાલી કરી દેવા છતાં પણ ખરાબ વ્યવહાર પામનાર એક મહિલાના છૂટાછેડા હાઈકોર્ટે મંજૂર રાખ્યાં છે.

  • કર્ણાટક હાઈકોર્ટનો નવો ચુકાદો
  • ભાવનાત્મક જોડાણ વગર પત્નીને 'દૂઝણી ગાય' ગણવી માનસિક ક્રૂરતા
  • પતિને વેપારમાં 60 લાખ આપનાર પત્ની સાથે થયો દુર્વવ્યહાર
  • કોર્ટે કહ્યું પત્નીને કેસ કાઉ ન ગણી શકાય
  • તેની સાથે ભાવનાત્મક નાતો રાખવો જરુરી 

પતિને ધંધા-વેપારમાં 60 લાખની માતબર રકમ આપવા છતાં પણ એક પત્ની સાથે ખરાબ વ્યવહાર કરાયો આને કારણે તેને ખૂબ માનસિક પીડા અને ચિંતા થઈ હતી. આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે મહિલાને એક મોટી રાહત આપી છે. 

ભાવનાત્મક નાતા વગર પત્નીને કેસ કાઉ ગણવી માનસિક ક્રૂરતા 
કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ ઠરાવ્યું હતું કે એક પતિ તેની પત્નીને રોકડની ગાય તરીકે ગણે છે અને તેના પૈસાનો ઉપયોગ તેના પ્રત્યે કોઈ ભાવનાત્મક જોડાણ વિના કરે છે તે માનસિક ક્રૂરતા સમાન છે. 

માનસિક પીડા અને ભાવનાત્મક આઘાત છૂટાછેડાનું કારણ બની શકે 
જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ જે એમ ખઝીની બેન્ચે નોંધ્યું હતું કે, વર્તમાનમાં પત્નીએ તેના પતિના નિષ્ફળ વ્યાપારી સાહસો પાછળ ₹60 લાખથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં, તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, જેના કારણે તેની ભાવનાત્મક અને માનસિક પીડા થઈ હતી. જસ્ટિસે કહ્યું કે સ્પષ્ટ છે કે પતિએ તેની સાથે રોકડ ગાય જેવું વર્તન કર્યું છે અને તેના પ્રત્યે ભૌતિકવાદી વલણ રાખ્યું છે. તેની સાથે તેનો કોઈ ભાવનાત્મક સંબંધ નહોતો. તેના વલણથી જ તેણીને માનસિક પીડા અને ભાવનાત્મક આઘાત થયો છે જે માનસિક ક્રૂરતાનો આધાર બનાવવા માટે પૂરતું છે. 

પત્નીએ પતિને દેવામાંથી બહાર કાઢ્યો છતાં તેની સાથે સારો વ્યવહાર ન કરાયો 
હાઈકોર્ટ જૂન 2020 માં પસાર કરાયેલા ફેમિલી કોર્ટના આદેશ સામે એક મહિલા દ્વારા કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી, જેમાં ક્રૂરતાના આધારે તેના છૂટાછેડાને નકારી કાઢવામાં આવ્યા હતા. મહિલાએ એવી દલીલ કરી હતી કે તેના પતિના પરિવાર પર મોટું દેવું હોવાથી તેણે કામ કરવાનું નક્કી કર્યું અને 2008માં તેને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં નોકરી મળી ગઈ. યુએઈમાં પતિ માટે સલૂનની દુકાન બનાવી હતી અને રોકાણકારના વિઝા હેઠળ તેને 2012માં ગલ્ફ કન્ટ્રી લઈ જવા માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા. પરંતુ, એક જ વર્ષમાં તેમના પતિ ભારત પાછો ફર્યો હતો.  તેણે પરિવારનું તમામ દેવું ચૂકવી દીધું હતું અને પોતાની આવકથી ચિકમગલુરમાં કેટલાક જમીનના પ્લોટ પણ ખરીદ્યાં હતા. પતિ અને પરિવાર માટે આટલું બધું કરવા છતાં પણ તેની સાથે સારો વ્યવહાર નહોતો કરવામાં આવ્યો આને કારણે મહિલાને ભારે આઘાત લાગ્યો હતો અને તેને ખૂબ માનસિક પીડા થઈ હતી. કોર્ટે મહિલાની વાત સાંભળ્યા બાદ તેના છૂટાછેડા મંજૂર કર્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ