બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / transit surya gochar 2023 in kark rashi know effect on zodiac sign libra scorpio sagittarius capricorn

સૂર્ય ગોચર / ગ્રહોના રાજ્ય સૂર્યનું રાશિ પરિવર્તન: તુલાથી લઈને મીન સુધી જુઓ કઈ રાશિ પર થશે કેવી અસર

Manisha Jogi

Last Updated: 12:13 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય આવતીકાલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 17 ઓગસ્ટ સુધી આ જ રાશિમાં રહેશે. સૂર્યના ગોચરથી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે
  • 17 ઓગસ્ટ સુધી આ જ રાશિમાં રહેશે
  • આ રાશિના જાતકો પર સકારાત્મક અસર થશે

ગ્રહોના રાજા સૂર્ય 17 જુલાઈના રોજ આવતીકાલે રાશિ પરિવર્તન કરશે. સૂર્ય આવતીકાલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 17 ઓગસ્ટ સુધી આ જ રાશિમાં રહેશે. સૂર્યના ગોચરથી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

તુલા- સૂર્ય તુલા રાશિમાં 11માં ઘરના સ્વામી છે અને 10માં ઘરમાં બિરાજમાન છે. કાર્યક્ષેત્રે સારો લાભ થઈ શકે છે. બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે, જેથી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, જંક ફૂડનું સેવન કરવું નહીં. 

વૃશ્વિક- સૂર્ય 10માં ઘરના સ્વામી છે અને 9માં ઘરમાં બિરાજમાન છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ખાવા પીવાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે ઉતાર ચઢાવ આવી શકે છે, સતત પ્રયાસ કરતા રહેવાથી ટાર્ગેટ પૂર્ણ થશે. પરિવાર સાથે સૌથી વધુ સમય પસાર કરો, જેથી કલેશ ખતમ થઈ જશે. 

ધન- આ રાશિમાં સૂર્ય 9માં ઘરના સ્વામી છે અને 8માં ઘરમાં બિરાજમાન છે. કોઈપણ પ્રકારનો અહંકાર ના રાખવો, નહીંતર લગ્ન જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. સરકારી સંસ્થામાં કામ કરી રહ્યા છો, તો લાભ થઈ શકે છે. 

મકર- સૂર્ય મકર રાશિમાં 8માં ઘરના સ્વામી છે અને 7માં ઘરમાં બિરાજમાન છે. બિઝનેસમાં ન્યૂ માર્કેટિંગ ટ્રેક્ટથી વધુ સારો સમય આવશે. ઓફિસમાં પ્રમોશન થવાની પ્રબળ સંભાવના છે, પરંતુ વધુ મહેનત કરવાની રહેશે. પરિવારમાં વધુ સારા સંબંધો સ્થાપિત થઈ શકે છે. જે વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ બાકી છે, તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. શારીરિક સમસ્યા થઈ શકે છે. 

કુંભ- આ રાશિમાં સૂર્ય 7માં ઘરમાં સ્વામી છે અને છઠ્ઠા ઘરમાં બિરાજમાન છે. સપોર્ટની મદદથી બિઝનેસની તમામ મુશ્કેલીઓ દૂર થશે. નોકરિયાત વ્યક્તિઓ નવા સ્થળે જોડાઈ શકે છે. પારિવારિક જીવનમાં સારા સમાચાર મળી શકે છે, જે સંતાન સુખ સાથે સંબંધિત હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ગેમ્સ મુશ્કેલી સાબિત થશે. પરિવારમાં કોઈ બાળક હોય તો તેના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. 

મીન- આ રાશિમાં સૂર્ય છઠ્ઠા ઘરના સ્વામી છે અને પાંચમાં ઘરમાં બિરાજમાન છે. બિઝનેસ સાથે સંકળાયેલ વ્યક્તિનું જે પણ કામ અટકેલું છે, તે પૂર્ણ થશે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ઉભો થઈ શકે છે, જેના કારણે તણાવનો માહોલ રહેશે. વિદ્યાર્થીઓ મહેનતના આધારે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. આરોગ્ય બાબતે નાની મોટી સમસ્યા થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ